akali dal bjp NDA Alliance

NDA Alliance: પંજાબમાં BJP-અકાળી દળનું ગઠબંધન ફરી એકવાર, 2027ની ચૂંટણી 117 બેઠકો પર સાથે લડશે

WhatsApp Channel Follow કરો →

નવી દિલ્હી, 24 નવેમ્બર । NDA Alliance: પંજાબની રાજનીતિમાં મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) આગામી 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અકાલી દળના NDAમાં પુનઃપ્રવેશનું સ્વાગત કર્યું હતું. બંને પક્ષો રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર સાથે ચૂંટણી લડશે, જોકે બેઠકોની વહેંચણી અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

અકાલી દળની NDAમાં વાપસી, અમિત શાહે કર્યું સ્વાગત

અમિત શાહે સુખબીર સિંહ બાદલ (NDA Alliance) અને અકાલી દળનું NDAમાં સ્વાગત કરતાં જણાવ્યું કે હવે NDA પૂર્ણ થયું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનો ઉલ્લેખ કરતાં કહ્યું કે PM મોદીએ તેમને કહ્યું હતું, “હવે NDA પૂર્ણ થઈ ગયું છે.”

અમિત શાહે અકાલી દળને ગઠબંધનમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકા આપવાની વાત પણ કરી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અંગે હજુ ચર્ચા બાકી છે.

આ પણ વાંચો:- Guru Nanak Dev: પ્રકાશ પર્વ પર ગુરુ નાનક દેવજીને નમન, શબદ કીર્તનમાં સહભાગી થયા PM મોદી

ખેડૂતો, રોજગાર અને અર્થતંત્ર માટે ત્રણ મહિનાની ચર્ચા બાદ રોડમેપ

અમિત શાહના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનાથી બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચામાં પંજાબના ખેડૂતોની સમસ્યાઓ, યુવાનો માટે રોજગાર, રાજ્યના અર્થતંત્ર અને વિકાસ જેવા મુદ્દાઓને લઈને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ગઠબંધનનો દાવો છે કે પંજાબના વિકાસ અને રાજ્યની મુખ્ય સમસ્યાઓના ઉકેલ માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવામાં આવી છે.

2029 સુધી પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ

અમિત શાહે પંજાબને નશાની સમસ્યાથી મુક્ત કરવાનો લક્ષ્યાંક પણ જાહેર કર્યો હતો. તેમણે “DRUG-FREE PUNJAB BY DECEMBER 31, 2029”નો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નશા સામેની લડાઈ અને ભ્રષ્ટાચારને દૂર કરવાનું ગઠબંધનના મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ હોવાનું જણાવાયું છે.

આ ગઠબંધન સાથે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બની શકે છે.