NDRF kolhapur

NDRF Kolhapur resque: કોલ્હાપુરના ધારાસભ્યે વડોદરા એન.ડી.આર.એફ ના જવાનોની પૂરની આફતમાં બચાવની સેવાઓને બિરદાવી

NDRF Kolhapur resque: કોલ્હાપુર જિલ્લામાં પૂર ઓસરતાં બે ટુકડીઓને સાંગલી ના અસરગ્રસ્ત વિસ્તારોમાં ખસેડવામાં આવી

કોલ્હાપુર, ૨૭ જુલાઈ: NDRF Kolhapur resque: બટાલિયન ૬ એન. ડી. આર. એફ.વડોદરાની ચાર ટુકડીઓએ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લા માં ભારે પૂરની આફત માં સપડાયેલા ગામોમાં સમયસૂચકતા અને કુશળતા દાખવીને કરેલી કામગીરીથી સેંકડો લોકોને સલામત રીતે ઉગારી શકાયા છે. તેને અનુલક્ષીને કોલ્હાપુરના વિધાનસભ્યએ આજે ટીમોના ઉતારાના સ્થળે જઈને જવાનો ની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમની બચાવ સેવાઓને હૃદયપૂર્વક બિરદાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો…Vyas puja mahotsav: વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણમાં ગુરૂની ભૂમિકા મુખ્ય: કેન્દ્રીય શિક્ષણ મંત્રી

આ જાણકારી આપતાં (NDRF Kolhapur resque) બટાલિયન ૬ ના નાયબ સેનાપતિ અનૂપમે જણાવ્યું કે, હાલમાં આ જિલ્લામાં પૂરનો પ્રભાવ અને પાણી ઘટતા ટીમોને સંકટ સમયે સેવા લઈ શકાય તે રીતે સાવધાનીની સ્થિતિમાં રાખવામાં આવી છે. ટીમના જવાનોએ પાણી ઓસરતાં આજે આ વિસ્તારના આંબાવાડી અને રાજપૂતવાડી ગામોમાં નીચાણવાળા વિસ્તારો ની મુલાકાત લઇને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

NDRF Kolhapur resque

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

અનૂપમે વધુમાં જણાવ્યું કે, (NDRF Kolhapur resque) કોલ્હાપુરમાં પરિસ્થિતિ સુધરતાં આપદા પ્રબંધન સત્તામંડળની સૂચના થી ચાર પૈકીની બે ટીમોને બચાવ કામગીરી માટે સાંગલી ખસેડવામાં આવી છે.