Ucchshreni Exam: ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇના રોજ યોજાશે- વાંચો વિગત

Ucchshreni Exam: કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે : માસ્ક સિવાય ઉમેદવારોને પ્રવેશ મળશે નહી

ગાંધીનગર, 27 જુલાઇઃ Ucchshreni Exam: ભાષા નિયામકની કચેરી દ્વારા લેવાતી ગુજરાતી ભાષાની  ‘‘ઉચ્ચ શ્રેણી’’ની  પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇ-૨૦૨૧ ના રોજ સરકારી કોમર્સ કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે.

ઉમેદવારોએ કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક સિવાય ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ મળશે નહિ એમ ભાષા નિયામકની કચેરીની યાદીમાં જણાવાયુ છે.

આ પણ વાંચોઃ Monsoon season: ગુજરાતમાં ચોમાસું જામ્યું, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ?

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ગુજરાતી ભાષાની ઉચ્ચ શ્રેણીની પરીક્ષાનું પેપર-૧ તા.૩૦/૭/૨૦૨૧ના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાકે, પેપર-૨ આજ દિવસે બપોરે ૧૫-૦૦ થી ૧૮-૦૦ કલાક દરમિયાન યોજાશે.

આ ઉપરાંત મૌખિક પરીક્ષા તા.૩૧/૭/૨૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી યોજાશે. તો જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેવા સંબંધિત અધિકારી-કર્મચારીઓને પ્રવેશપત્ર ટપાલ દ્વારા મોકલી દેવાયા છે. તો અરજદારોએ પ્રવેશપત્ર અને કચેરીના ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયુ છે.

આ પણ વાંચોઃ Jandhan Account: SBIના બેંક ગ્રાહકો માટે સારા સમાચાર, આટલા લાખ રૂપિયાનો થશે ફાયદો- વાંચો સંપૂર્ણ વિગત

Whatsapp Join Banner Guj