PM message to bronze medalist Pooja: બ્રોન્ઝ મેડલ જિત્યા બાદ પૂજાએ દેશની માફી માંગી તો પીએમ મોદીએ આપ્યો આ જવાબ- વાંચો વિગત

PM message to bronze medalist Pooja: પૂજાએ દેશની માફી માંગતા કહ્યુ હતુ કે, હું ગોલ્ડ મેડલ નથી જીતી શકી તે માટે દેશના લોકોની માફી માંગી છું.મને હારનુ દુખ છે.મને રાષ્ટ્રગીત ગૂંજશે તેવી આશા હતી પણ હવે હું મારી ભૂલો પર કામ કરીશ.

નવી દિલ્હી, 07 ઓગષ્ટઃ PM message to bronze medalist Pooja: મેડલ જિતનારામાં 50 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીની પહેલવાન પૂજા ગહેલોતનો પણ સમાવેશ થાય છે.પૂજા ગેહલોત બ્રોન્ઝ જીતી છે પણ એ પછી તેણે દેશની માફી માંગતા કહ્યુ હતુ કે, હું ગોલ્ડ મેડલ નથી જીતી શકી તે માટે દેશના લોકોની માફી માંગી છું.મને હારનુ દુખ છે.મને રાષ્ટ્રગીત ગૂંજશે તેવી આશા હતી પણ હવે હું મારી ભૂલો પર કામ કરીશ.

જોકે પૂજાના વિડિયો બાદ પીએમ મોદીએ તરત જ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, પૂજા તારો મેડલ ઉજવણી માટે છે અને માફી માંગવા માટે નહીં.તારી જીવનયાત્રા અમને પ્રેરણા આપી રહી છે.તારી સફળતા અમને ખુશી આપી રહી છે અને તારા જીવનમાં હજી ઘણી મહાન પળો આવવાની બાકી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, પૂજા ગહેલોતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્કોટલેન્ડની ખેલાડીને 12-2થી હરાવીને ભારત માટે મેડલ જિત્યો હતો.

આ પણ વાંચોઃ More than 400 cattle dead: આ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીસના કારણે અત્યાર સુધીમાં 400થી વધુ પશુઓના મોત

આ પણ વાંચોઃ 24 cases of Corona: ગુજરાતના આ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 24 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ

Advertisement
Gujarati banner 01