125 Passenger corona positive

24 cases of Corona: ગુજરાતના આ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 24 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ

24 cases of Corona: જિલ્લામાં કોરોનાના વિસ્ફોટથી આરોગ્ય વિભાગ હરકતમાં, અલગ અલગ ટીમ બનાવી સર્વે શરૂ કર્યો

અરવલ્લી, 07 ઓગષ્ટઃ 24 cases of Corona: અરવલ્લી જિલ્લામાં કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઇ હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કોરોનાના એકસાથે પ્રથમવાર 24 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદૂ બન્યું છે. ઘણાં લાંબા સમય પછી જિલ્લામાં આટલી મોટી સંખ્યાામાં કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લામાં કોરોનાના કેસ નોંધાતા હવે ચોથી લહેરની શરૂઆત થઇ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Allowing minority doctors in Pak to practice in India: હવે પાકિસ્તાનના લઘુમતી ડોક્ટરોને ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી, વાંચો શું છે કારણ ?

જિલ્લામાં નવા નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો મોડાસા તાલુકામાં 7, ભિલોડા પંથકમાં 7, મેઘરજ પંથકમાં 7 જ્યારે માલપુર તાલુકામાં 3 કેસ મળી કુલ 24 કેસ નોંધાયા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કહેરને લઇને આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે, અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા લોકોની માહિતી એકત્રિત કરીને જરૂરી માહિતી વેક્સિનેશન અંગે પણ જાણકારી આપવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કેસ ને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટર સાથે કુલ આઈસુયુ બેડ 32,,  નોન આઈસીયુ બેડ 46, ઓક્સિજન બેડની સંખ્યા 719, નોન ઓક્સિજન બેડની સંખ્યા કુલ 232 મળીને જિલ્લામાં કુલ બેડ 1029 છે, જે તમામ હાલ ખલી છે. જિલ્લામાં કોરોનાના વધતા કેસને લઇને આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સર્વેની કામગીરી પણ યથાવત જોવા મળી રહી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ ISRO launches SSLV D1: ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ પોતાનું SSLV આઝાદી સેટેલાઇટનું કર્યુ સફળ લોન્ચિંગ, ઉપગ્રહો સાથે સંપર્ક તૂટ્યો

Gujarati banner 01