2 top islamic jihad commander killed

2 top islamic jihad commander killed: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ ઈસ્લામિક જેહાદના બે ટોચના કમાન્ડરના મોત

2 top islamic jihad commander killed: ઈઝરાયેલનું કહેવું છે કે, તેના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 આતંકવાદીઓ માર્યા ગયા છે

નવી દિલ્હી, 07 ઓગષ્ટઃ 2 top islamic jihad commander killed: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ ઈસ્લામિક જેહાદના બે ટોચના કમાન્ડર માર્યા ગયા છે. બેમાંથી એક દક્ષિણ ગાઝા પટ્ટીના ટોચના કમાન્ડર હતા. એક દિવસ અગાઉ ઈઝરાયલે હવાઈ હુમલામાં ઈરાન સમર્થિત જૂથના ઉત્તરી ગાઝા ક્ષેત્રમાં એક કમાન્ડરને મારી નાખ્યો હતો. હવાઈ ​​હુમલાએ 2021માં 11 દિવસના યુદ્ધ પછી ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે ફરીથી સીમા પાર સંઘર્ષ શરૂ થયો છે.

‘અલ કાયદા બ્રિગેડ્સ ઓફ ઈસ્લામિક જિહાદ’એ રવિવારે પુષ્ટિ કરી કે, દક્ષિણી ગાઝાના રફાહ શહેરમાં હવાઈ હુમલામાં કમાન્ડર ખાલિદ મંસૂર તથા તેમના બે સાથીઓ માર્યા ગયા છે. તેમણે જણાવ્યું કે, એક બાળક તથા 3 મહિલાઓ સહિત 5 અન્ય નાગરિક પણ હવાઈ હુમલામાં માર્યા ગયા તથા રફાહમાં અનેક મકાન ધ્વસ્ત થઈ ગયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે મોડી રાત્રે કહ્યું કે, દરિયાકાંઠાના ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં છ બાળકો સહિત 24 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ PM message to bronze medalist Pooja: બ્રોન્ઝ મેડલ જિત્યા બાદ પૂજાએ દેશની માફી માંગી તો પીએમ મોદીએ આપ્યો આ જવાબ- વાંચો વિગત

સંભાવના છે કે, આમાં રફાહ હવાઈ હુમલામાં થયેલા જાનહાનિનો સમાવેશ નથી થતો કારણ કે, નાગરિક સંરક્ષણ બચાવકર્તા હજુ પણ મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે. ઈઝરાયેલનું કહેવું છે કે, તેના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈસ્લામિક જેહાદના આતંકવાદીઓ ઈઝરાયલ પર રોકેટ છોડવાનું ચાલુ રાખે છે અને ઇઝરાયેલી દળો ગાઝા પર હવાઈ હુમલા કરી રહ્યા છે. જો કે, રવિવારે સવારે ગોળીબાર થોડો ઓછો થયો હતો. ઈઝરાયલ દ્વારા ઈસ્લામિક જેહાદીના એક વરિષ્ઠ કમાન્ડરને ઠાર કર્યા બાદ આ લડાઈ શરૂ થઈ હતી.

શનિવારે ઈઝરાયલના લડાકૂ વિમાનોને ગાઝા સિટીમાં 4 રહેણાંક ઈમારતોને ધ્વસ્ત કરી દીધી હતી. આ તમામ ઈમારતો ઈસ્લામિક જેહાદ સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. હજુ સુધી જાનહાનિ અંગે કોઈ માહિતી નથી મળી. ઈઝરાયલી સેનાએ દરેક હુમલા પહેલા નાગરિકોને ચેતવણી આપી હતી. શનિવારે જ કાર પર થયેલા હુમલામાં 75 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ More than 400 cattle dead: આ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીસના કારણે અત્યાર સુધીમાં 400થી વધુ પશુઓના મોત

Gujarati banner 01