Lumpy virus entry into the state

More than 400 cattle dead: આ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીસના કારણે અત્યાર સુધીમાં 400થી વધુ પશુઓના મોત

More than 400 cattle dead: પંજાબ પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક રામ પાલ મિત્તલના જણાવ્યા અનુસાર, બરનાલા, ભટિંડા, ફરીદકોટ, જલંધર, મોગા અને મુક્તસર આ રોગને કારણે રાજ્યના સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે

નવી દિલ્હી, 07 ઓગષ્ટઃ More than 400 cattle dead: પંજાબમાં છેલ્લા એક મહિનામાં લમ્પી સ્કિન ડિસીસના કારણે 400થી વધુ પશુઓના મોત થઈ ગયા છે અને લગભગ 20 હજાર ગાયો તેનાથી સંક્રમિત થઈ ચૂકી છે. તેના કારણે વિભાગે પશુઓને સંક્રમણથી બચાવવા માટે એડવાઈઝરી પણ બહાર પાડી છે. પંજાબ પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક રામ પાલ મિત્તલના જણાવ્યા અનુસાર, બરનાલા, ભટિંડા, ફરીદકોટ, જલંધર, મોગા અને મુક્તસર આ રોગને કારણે રાજ્યના સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. મિત્તલે કહ્યું કે 4 જુલાઈએ પંજાબમાં ‘લમ્પી’ ચામડી રોગનો પ્રથમ પુષ્ટિ થયેલ કેસ નોંધાયો હતો. તેમણે કહ્યું કે, પંજાબમાં અત્યાર સુધીમાં લગભગ 20,000 LSDના કેસ નોંધાયા છે અને 424 પશુઓ મૃત્યુ પામ્યા છે.

લમ્પી સ્કિન ડિસીસ એક સંક્રામક બીમારી છે જે મચ્છર, માખી, જૂ વગેરેના કરડવાથી અથવા સીધા સંપર્કમાં આવવાથી અથવા દૂષિત ખોરાક અથવા પાણીથી ફેલાય છે. જેના કારણે પ્રાણીઓમાં તમામ લક્ષણો દેખાવાની સાથે તેમના મૃત્યુનું પણ જોખમ રહેલું છે. મોટાભાગની સંક્રમિત ગાયોની સૂચના ગૌશાળાઓ અને ડેરી ફાર્મમાંથી નોંધાયા છે. પશુપાલન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ લમ્પીથી સંક્રમિત પ્રાણીને અન્ય લોકોથી અલગ રાખવું જોઈએ જેથી ચેપ ફેલાવાની સંભાવના ટાળી શકાય.

આ પણ વાંચોઃ 24 cases of Corona: ગુજરાતના આ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે 24 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, આવા પ્રાણીઓની આવજાવ પર પણ રોક લગાવવી જોઈએ. લમ્પીથી અસરગ્રસ્ત પશુઓને લીલો ચારો અને પ્રવાહી ખોરાક આપવો જોઈએ. મિત્તલે કહ્યું કે, પશુ માલિકોએ સ્વચ્છતા જાળવવી જોઈએ અને ઢોરના શેડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. રાજ્ય સરકારે પહેલાથી જ ફિલ્ડ વેટરનરી સ્ટાફને ચેપી રોગોની રોકથામ માટે ઝુંબેશને વધુ સઘન બનાવવા સૂચના આપી છે. સરકારે એવો પણ આદેશ આપ્યો છે કે, સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી વેટરનરી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે.

પશુપાલમન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે કહ્યું કે, લમ્પી સ્કિન બીમારી ખીસ કરીને ગાયોમાં ફેલાય રહી છે અને રાજ્યના અનેક જિલ્લાઓ આ બીમારીની લપેટમાં આવી ગયા છે. તેમણે વિભાગના અધિકારીઓને રોજેરોજ પશુપાલકોના શેડની મુલાકાત લેવા અને પશુઓને આ રોગનો ચેપ ન લાગે તે માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ Allowing minority doctors in Pak to practice in India: હવે પાકિસ્તાનના લઘુમતી ડોક્ટરોને ભારતમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી, વાંચો શું છે કારણ ?

Gujarati banner 01