PM Modi Elephant Sawari In Assam: આજે PM મોદી આસામની મુલાકાતે, કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી પર કરી સવારી – જુઓ ફોટોઝ
PM Modi Elephant Sawari In Assam: આસામ ઉપરાંત પીએમ મોદી આજે કુલ 4 રાજ્યોની મુલાકાત લેશે.
નવી દિલ્હી, 09 માર્ચઃPM Modi Elephant Sawari In Assam: પીએમ મોદી આજે આસામની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ આજે સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી હતી. પીએમ મોદીનો હાથી પર સવારીનો વીડિયો પણ સામે આવ્યો છે. આસામ ઉપરાંત પીએમ મોદી આજે કુલ 4 રાજ્યોની મુલાકાત લેશે.
પીએમ મોદી આજે આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળની સાથે યુપીની મુલાકાત લેશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત આસામથી કરી છે. આજે સવારે પીએમ મોદી આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં તેણે પોતાના દિવસની શરૂઆત એલિફન્ટ સફારીથી કરી હતી. પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી છે.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp
— ANI (@ANI) March 9, 2024
