National Creators Award 2024

National Creators Award 2024: PM મોદીએ નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી અનેક હસ્તીને કર્યા સન્માનિત, જયા કિશોરી, મૈથિલી ઠાકુર, અમન ગુપ્તાનું નામ સામેલ- વાંચો સંપૂર્ણ લિસ્ટ

National Creators Award 2024: યુવાનોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડનું સન્માન આપતા પીએમ મોદીએ કહ્યું કે, સમય બદલાય છે, નવા યુગની શરૂઆત થાય છે તો તેની સાથે તાલ મીલાવીને ચાલવું એ દેશની જવાબદારી છે. 

નવી દિલ્હી,09 માર્ચ : National Creators Award 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના અનેક યુવાન ઈન્ફ્લુએન્સર્સને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મહાશિવરાત્રીના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ મૈથીલી ઠાકુર, જયા કિશોરી, આરજે રૌનક, અમન ગુપ્તા સહિત અનેક યુવાનોને એવોર્ડ એનાયત કર્યા હતા. યુવાનોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડનું સન્માન આપતા પીએમ મોદીએ કહ્યું કે, સમય બદલાય છે, નવા યુગની શરૂઆત થાય છે તો તેની સાથે તાલ મીલાવીને ચાલવું એ દેશની જવાબદારી છે. 

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે,ઈશ્વરની કૃપા છે કે હું સમય પહેલાં સમયને ઓળખી જાઉં છું. આજે આ એવોર્ડની શરૂઆત કરાઈ છે અને આ પહેલો એવો એવોર્ડ હશે જે કદાચ આગામી દિવસોમાં ખૂબ જ લોકપ્રિય બનશે.

આ પણ વાંચોઃ Best Investment schemes for Women: મહિલાઓ માટે આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, રિટર્નની સાથે સુરક્ષાની પણ છે ગેરંટી

આ એવોર્ડ નવા યુગને ઊર્જાથી ભરી રહ્યો છે. રચનાત્મક્તાનું સન્માન કરવું અને સમાજના દૈનિક જીવન પ્રત્યે જે સંવેદનશીલતા છે તેનું સન્માન કરવાની આ તક છે. 

ભવિષ્યમાં આ એવોર્ડ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મોટી પ્રેરણા બનશે. આજે જે લોકોને આ એવોર્ડ મળ્યો છે તેમને હું અભિનંદન આપું છું. આપણે બધા સાથે મળીને ક્રિએટ ઓન ઈન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરીએ. આપણે ભારત સાથે સંકળાયેલી વાર્તાઓ, ભારતની સંસ્કૃતિ, વારસો અને પરંપરાઓ આખી દુનિયા સાથે શૅર કરીએ. દૂુનિયા ભારતને જાણવા માગે છે.

તેમણે ઉમેર્યું કે, માનસિક સ્વાસ્થ્ય પર અનેક ક્રિએટર્સ ઘણું સારું કામ કરી રહ્યા છે. આ મુદ્દા પર વધુ કામ કરવાની જરૂર છે. કન્ટેન્ટ ક્રિએટર્સને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે દેશના દરેક કન્ટેન્ટ ક્રિએટરને આ શ્રેય જાય છે. તમારી હિંમતના કારણે જ આજે તમે અહીં સુધી પહોંચી શક્યા છો. તમારા કન્ટેન્ટથી દેશમાં જબરજસ્ત ઈમ્પેક્ટ ક્રિએટ થઈ છે.

દેશ ખૂબ જ આશાભરી નજરે તમને જોઈ રહ્યો છે. પશ્ચિમી દેશોને લાગે છે કે ભારતમાં મહિલાઓ કામ નથી કરતી. જ્યારે હકીકત એ છે કે ગામોમાં પણ માતાઓ-બહેનો એટલી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે કે આ ખોટી માન્યતાને બદલી શકાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પીએમ મોદીએ કહ્યું કે, આજના એવોર્ડમાં પણ મહિલાઓએ મેદાન માર્યું છે. 

View this post on Instagram

A post shared by Ranveer Allahbadia (@beerbiceps)

ભારતમાં પહેલી વખત નેશનલ ક્રિએટર્સ એવોર્ડ અપાય છે. ૧.૫૦ લાખ ઉમેદવારોમાંથી ૨૦ કેટેગરીમાં ૨૩ ઈન્ફ્લુએન્સર્સને આ એવોર્ડ અપાયા હતા. એવોર્ડ વિજેતાઓમાં ઈસરોની પૂર્વ વૈજ્ઞાાનિક અને અમદાવાદની પંક્તિ પાંડે, કથાકાર જયા કિશોરી, સ્વચ્છતા અભિયાન સમયે પીએમ મોદી સાથે જોવા મળેલા અંકિત બૈયનપુરિયા, શાર્ક ટેન્કથી ઓળખાતા બોટ કંપનીના માલિક અમન ગુપ્તા, ભારતીય ભક્તિ ગીતો માટે પ્રખ્યાત જર્મનીની કસાન્દ્રા માએ સ્પીટમેનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ About Shivtatv: મહાશિવરાત્રી નિમિતે જાણો શિવતત્ત્વ શું છે?

એવોર્ડ વિજેતાની યાદી:

નામએવોર્ડ
પંક્તિ પાંડેગ્રીન ચેમ્પિયન એવોર્ડ
કીર્તિકા ગોવિંદસ્વામીબેસ્ટ સ્ટોરીટેલર
મૈથિલી ઠાકુરકલ્ચરલ એમ્બેસેડર
જયા કિશોરીબેસ્ટ ક્રિએટીવ ફોર સોશિયલ ચેન્જ
અમન ગુપ્તાસેલિબ્રિટી ઓફ ધ યર
ગૌરવ ચૌધરીટેક ક્રિએટર એવોર્ડ
કામિયા જાનીબેસ્ટ ટ્રાવેલ ક્રિએટર
રણવીર અલ્હાબાદિઆડિસરપ્ટર એવોર્ડ
લક્ષ્ય દબાસમોસ્ટ ઈમ્પેક્ટફુલ એગ્રી ક્રિએટર
કિરિ પૌલ (તાન્ઝાનિયા)ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ
ડ્રુ હિક્સ (અમેરિકા)ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ
કસાન્દ્રા માએ (જર્મની)ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ
અભિ અને નિયુન્યૂ ચેમ્પિયન એવોર્ડ
જ્હાન્વી સિંહહેરિટેજ ફેશન આઈકોન
શ્રદ્ધા જૈનબેસ્ટ ક્રિએટિવ ક્રિએટર (મહિલા)
આરજે રૌનકબેસ્ટ ક્રિએટિવ ક્રિએટર (પુરુષ)
કવિતા સિંહબેસ્ટ ક્રિએટર ઈન ફૂડ
નમન દેશમુખબેસ્ટ ક્રિએટર ઈન એજ્યુકેશન
અંકિત બૈયનપુરિયાબેસ્ટ હેલ્થએન્ડ ફિટનેસ ક્રિએટર
યુટયુબર નિશ્ચયગેમિંગ ક્રિએટર
અરિદમનબેસ્ટ માઈક્રો ક્રિએટર
પિયુષ પુરોહિતબેસ્ટ નેનો ક્રિએટર
મલ્હાર કાંબલેસ્વચ્છતા એમ્બેસેડર
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો