Protest at Rahul Gandhis Lucknow Airport

Protest at Rahul Gandhi’s Lucknow Airport: સરકારે લખીમપુર જવાની મંજૂરી આપી પણ રાહુલ ગાંધીના લખનૌ એરપોર્ટ પર ધરણા- વાંચો વિગત

Protest at Rahul Gandhi’s Lucknow Airport:લખનૌ એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. રાહુલ ગાંધી હવે અધિકારીઓ સાથે થયેલી જીભાજોડી બાદ એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા છે

નવી દિલ્હી, 06 ઓક્ટોબરઃ Protest at Rahul Gandhi’s Lucknow Airport: લખીમપુરમાં થયેલી હિંસામાં નવ લોકોના મોત બાદ સરકારે તમામ રાજકીય પાર્ટીઓને પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરવા માટે મંજૂરી આપી દીધી છે.

દરમિયાન રાહુલ ગાંધી લખીમપુર જવા માટે દિલ્હીથી લખનૌ રવાના થયા છે. જોકે લખનૌ એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. રાહુલ ગાંધી હવે અધિકારીઓ સાથે થયેલી જીભાજોડી બાદ એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા છે.

આ પણ વાંચોઃ MITRA Scheme: કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, જાણો કેબિનેટ બેઠકના મહત્વના નિર્ણયો

રાહુલ ગાંધી પોતાની કારથી લકીમપુર જવ માંગતા હતા પણ યુપી સરકાર તેમને પોતાની ગાડીમાં લઈ જવા માંગે છે. એરપોર્ટ પર હંગામા વચ્ચે રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યુ હતુ કે, મારે મારી ગાડીમાં જ જવુ છે અને યુપી સરકાર બદમાશી કરી રહી છે.

રાહુલ ગાંધી સાથે છત્તીસગઢ સીએમ ભૂપેશ બઘેલ અને પંજાબ સીએમ ચન્ની પણ હાજર છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, પોલીસની ગાડીથી હું નહીં જઉં. મને ભરોસો નથી કે એ લોકો મને લકીમપુર લઈ જશે.

Whatsapp Join Banner Guj