central university in ladakh

MITRA Scheme: કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, જાણો કેબિનેટ બેઠકના મહત્વના નિર્ણયો

MITRA Scheme: પીયૂષ ગોયલજીએ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે પહેલા છ મહિનાની નિકાસ જે અત્યાર સુધીની સૌથી વધારે થઈ. તે છેલ્લા છ મહિનામાં થઈ છે અને આ વખતે પણ કેટલીક આવી જ યોજના, ટેક્સટાઈલ મંત્રાલય માટે લઈને આવ્યા છે

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ MITRA Scheme: કાપડ ઉદ્યોગ માટે આજે કેબિનેટે MITRA સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ સમગ્ર દેશમાં સાત મેગા ટેક્સટાઇલ ઇન્વેસ્મેન્ટ પાર્ક તૈયાર કરવામાં આવશે. કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે રેલવે કર્મચારીઓને 78 દિવસનુ બોનસ પણ આપવામાં આવશે. આ માટે 1,985 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આનાથી 11,56,000 કર્મચારીઓને ફાયદો મળશે.

અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે કેબિનેટ બેઠકમાં બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. પહેલા નિર્ણય એ લેવામાં આવ્યો કે રેલવે કર્મચારીઓ જે નૉન ગેજેટેડ છે. તેમને 78 દિવસનુ બોનસ આપવામાં આવશે. આ સિવાય બીજો નિર્ણય ટેક્સટાઈલ મંત્રાલય સાથે જોડાયેલો છે. તેમણે કહ્યુ કે આપને જાણ છે કે કોવિડના સમયથી લઈને અત્યાર સુધી સતત મોટા રિફોર્મસ દેશભરમાં આવ્યા અને નવા નવા સેક્ટર્સ પણ ખોલવામાં આવ્યા. પ્રોડક્શન લિંક ઈન્સેટિવ જેવી યોજનાઓને પણ શરૂ કરવામાં આવી જેથી દેશમાં મેન્યુફેક્ચરિંગને બળ મળ્યુ, એક્સપોર્ટમાં પણ વધારો થયો. 

તેમણે કહ્યુ કે પીયૂષ ગોયલજીએ ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે પહેલા છ મહિનાની નિકાસ જે અત્યાર સુધીની સૌથી વધારે થઈ. તે છેલ્લા છ મહિનામાં થઈ છે અને આ વખતે પણ કેટલીક આવી જ યોજના, ટેક્સટાઈલ મંત્રાલય માટે લઈને આવ્યા છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. PM મિત્ર યોજના લોન્ચ થશે. જેમાં પાંચ વર્ષમાં કુલ મળીને ચાર હજાર ચાર સો પિસતાલીસ કરોડનો વ્યય થશે. 

આ પણ વાંચોઃ Regarding the quality of RCC road: નરોડામાં બની રહેલ આરસીસી રોડની ગુણવત્તાને લઇ સ્થાનિક કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ- વાંચો શું છે મામલો?

પીયૂષ ગોયલે કહ્યુ કે કાપડ ઉદ્યોગમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે સાત પ્રમુખ નિર્ણય લીધા છે. જેમાંથી છ નિર્ણય પહેલા જ કરાઈ ચૂક્યા છે. આજે આ ઉદ્યોગ માટે સાત નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે સાત ટેક્સટાઈલ પાર્ક માટે 10 રાજ્યોએ રસ દાખવ્યો છે. આ પાર્ક તૈયાર થવાથી 7 લાખ ડાયરેક્ટ અને 14 લાખ ઈનડાયરેક્ટ રોજગાર પેદા થશે. એક પાર્કને તૈયાર કરવામાં લગભગ 1700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ પાર્ક લગભગ 1000 એકરમાં ફેલાયેલો હશે.

Whatsapp Join Banner Guj