Goods Train

Railway Freight: ભારતીય રેલવેનું રેકોર્ડ લોડિંગ, ઓક્ટોબરમાં 145.07 મિલિયન ટન માલસામાનનું પરિવહન

  • Railway Freight: ઓક્ટોબર 2025ની તુલનામાં, ઓક્ટોબર 2026માં ખાદ્યાન્નના લોડિંગમાં 26.3%, સ્થાનિક કોલસામાં 16.0%, અન્ય માલસામાનમાં 11.0% અને સ્થાનિક કન્ટેનરમાં 6.3% નો વધારો થયો
  • ઓક્ટોબર 2026માં પાવર હાઉસને કોલસાના પુરવઠામાં 19.5%નો વધારો થયો
  • એપ્રિલ-ઓક્ટોબર 2026 દરમિયાન ફ્રેટ લોડિંગ 978.78 મિલિયન ટને પહોંચ્યું, જે નાણાંકીય વર્ષ 2025-26ના સમાન ગાળાના પ્રદર્શનને વટાવી ગયું
તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

By PIB Ahmedabad, 04 નવેમ્બર: : Railway Freight: ભારતીય રેલવેએ ઓક્ટોબર 2026 દરમિયાન તેનું મજબૂત કામગીરીનું પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેમાં માલસામાનના પરિવહનમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. ઉચ્ચ ફ્રેટ લોડિંગ અને માલવાહક આવકમાં થયેલો વધારો ભારતીય રેલવેના આર્થિક વિકાસને ટેકો આપવા અને દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત કરવાના પ્રયાસો દર્શાવે છે.

ફ્રેટ લોડિંગમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ     

ભારતીય રેલવેએ (Railway Freight) ઓક્ટોબર 2025માં 133.93 મિલિયન ટનની સરખામણીએ આ મહિના દરમિયાન 145.07 મિલિયન ટન માલસામાનનું પરિવહન કરીને ઓક્ટોબર માટેનું તેનું અત્યાર સુધીનું સૌથી વધુ ફ્રેટ લોડિંગ પ્રાપ્ત કર્યું હતું, જેમાં 8.32 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

મહિના દરમિયાન અસંખ્ય મુખ્ય ચીજવસ્તુઓમાં પ્રોત્સાહક વૃદ્ધિ નોંધાઈ હતી. ફુડ ગ્રેઇન્સ લોડિંગમાં 26.3 ટકા, દેશી કોલસામાં 16.0 ટકા, બાકીના અન્ય સામાનમાં 11.0 ટકા, ક્લિંકરમાં 10.4 ટકા, દેશી કન્ટેનરમાં 6.3 ટકા, આયર્ન ઓરમાં 5.0 ટકા, મિનરલ ઓઇલમાં 1.9 ટકા અને ફિનિશ્ડ સ્ટીલમાં 0.5 ટકાનો વધારો થયો હતો.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

પાવર હાઉસોની વધેલી જરૂરિયાતને પૂરી કરવા માટે, ભારતીય રેલવેએ દેશી કોલસાના પરિવહનમાં વધારો કર્યો છે, જેમાં ઓક્ટોબર 2026 દરમિયાન પ્રતિદિન સરેરાશ 469.8 રેક્સનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં પ્રતિદિન 393.2 રેક્સ હતો, જેમાં 19.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

ઓક્ટોબર 2026માં (Railway Freight) આ મજબૂત પ્રદર્શન નાણાંકીય વર્ષ 2026-27ના પ્રથમ સાત મહિના (એપ્રિલ-ઓક્ટોબર) દરમિયાન નોંધાયેલી વૃદ્ધિ પર આધારિત છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય રેલવેએ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 935.10 મિલિયન ટનની સરખામણીએ 978.78 મિલિયન ટન ફ્રેટ લોડ કર્યું હતું, જે 4.67 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

પેસેન્જર ટ્રાફિકમાં સતત વધારો

ઓક્ટોબર 2026 દરમિયાન મુસાફરોની ગતિશીલતામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી હતી. ભારતીય રેલવેએ ગયા વર્ષના સમાન મહિના દરમિયાન 63.52 કરોડ મુસાફરોની સરખામણીએ 64.72 કરોડ મુસાફરોને પરિવહન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો:- Bamboo Craft: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની વાંસ-લાકડાની અનોખી કળા

એપ્રિલ-ઓક્ટોબર 2026 દરમિયાન, ભારતીય રેલવેએ ગયા વર્ષના સમાન ગાળા દરમિયાન 431.4 કરોડની સરખામણીએ 443.8 કરોડ મુસાફરોને પરિવહન પૂરું પાડ્યું હતું. નોન-સબઅર્બન સેગમેન્ટમાં 4.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે સબઅર્બન સેગમેન્ટમાં 1.7 ટકાનો વધારો નોંધાયો હતો.

ફ્રેટ લોડિંગમાં થયેલી આ વૃદ્ધિ લોજિસ્ટિક્સને મજબૂત કરવા અને ભારતના આર્થિક વિકાસને ટેકો આપવા માટેની ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ક્ષમતામાં વધારો અને સુધારેલી કામગીરીની કાર્યક્ષમતા દ્વારા, ભારતીય રેલવે તેના પરિવહન નેટવર્કને વધારવાનું યથાવત રાખે છે.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)