bharat parv 26

Bamboo Craft: ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની વાંસ-લાકડાની અનોખી કળા

  • Bamboo Craft: વાંસ અને લાકડામાં વસેલી કળા : ભારત પર્વમાં પોરબંદરના એન્થોની જોશેફની અનોખી સફર
  • વાંસ અને લાકડામાંથી ઘડાયેલી એવી રચનાઓ, જેમાં પરંપરાનો વારસો, કારીગરની મહેનત અને રોજગારની આશા એકસાથે ઝળહળે
  • કળા સાથે રોજગાર અને સ્થાનિક વિકાસઃ એન્થોની તેમના વર્કશોપના માધ્યમથી આશરે 70 લોકોને રોજગારી સાથે જોડે છે
  • હાથથી ઘડાયેલી વસ્તુઓની ગુજરાતનાં વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી ભારે માંગ
તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી સાથે જોડાઓ.
WhatsApp Community →

અહેવાલઃ દિલીપ વસાવા
એકતાનગર, 04 નવેમ્બર:
Bamboo Craft: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાતા ભારત પર્વ-2026માં ‘શક્તિ ઓફ ભારત’ની થીમ હેઠળ દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, હસ્તકલા અને હેન્ડલૂમને એક મંચ પર રજૂ કરવામાં આવી રહ્યાં છે. આ ભવ્ય પેવેલિયનો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. એ જ પેવેલિયનમાં ગુજરાતના પોરબંદરના કારીગર એન્થોની જોશેફ વાંસકામ અને લાકડાનાં રમકડાં દ્વારા પોતાની કલાસફર રજૂ કરી રહ્યા છે.

Bamboo Craft

વાંસના (Bamboo Craft) એક ટુકડામાંથી સર્જાતી સુંદરતા અને લાકડામાંથી આકાર લેતાં રમકડાં—એન્થોની જોશેફ માટે આ માત્ર હસ્તકલા નથી, પરંતુ પેઢી દર પેઢી મળેલી પરંપરા અને જીવનનિર્વાહનું માધ્યમ છે. પિતા પાસેથી કળા શીખેલા એન્થોની વર્ષ 1998થી આ ક્ષેત્રે કાર્યરત છે. ભારત પર્વમાં સ્ટોલ મળતાં તેઓ આનંદ વ્યક્ત કરતાં કહે છે કે, અહીં દેશભરના પ્રવાસીઓ સુધી પોતાની કળા પહોંચાડવાની તક મળી છે.

તેમની કારીગરીની શરૂઆત માટીકામથી થઈ હતી. માટીકામ કલાકારી બોર્ડના ક્લસ્ટર ડેવલપમેન્ટ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2003માં વર્કશોપ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોરબંદરનો પણ સહયોગ રહ્યો. આ વર્કશોપ આજે આશરે 70 સ્થાનિક લોકોને રોજગારી સાથે જોડે છે, એટલે કે અહીં કળા સાથે રોજગાર અને સ્થાનિક વિકાસની કહાની પણ ગૂંથાયેલી છે.

આ પણ વાંચો:- Rashmika Mandanna: રશ્મિકા મંદાનાનો દમદાર અંદાજ, ‘માયસા’ના ગીત ‘ઓ માયસા રે’થી વધી ઉત્સુકતા

વર્ષ 2010 સુધી એન્થોની અને તેમની સાથેના કારીગરો મુખ્યત્વે વાંસની વસ્તુઓ બનાવતા હતા. ત્યારબાદ મશીનરીની મદદથી લાકડાનું કામ પણ શરૂ કર્યું. આજે તેઓ વાંસના શોપીસ તથા લાકડાનાં રમકડાં બનાવે છે. હાથથી ઘડાયેલી આ વસ્તુઓ ગુજરાતનાં વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચે છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

ગુજરાતમાં સામૂહિક મેળાઓમાં કારીગરોને બજાર અને ગ્રાહકો સાથે જોડવામાં ઈન્ડેક્ષ-સી તથા ગુજરાત ટૂરિઝમની ભૂમિકા મહત્વની રહી છે. (Bamboo Craft) આ જ સહયોગથી એન્થોનીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-2026ના પેવેલિયનમાં સ્ટોલ મળ્યો છે. ભારત પર્વ જેવા મંચથી સ્થાનિક કારીગરોને પોતાની બનાવટો રજૂ કરવાની, નવા લોકો સુધી પહોંચવાની અને દેશની વિવિધ કળાઓ સાથે પરિચિત થવાની તક મળે છે.

Bamboo Craft

એન્થોનીની કારીગરીને નવી દિશા આપવામાં વિદેશપ્રવાસે પણ પ્રેરણા આપી. વર્ષ 2000માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેમને જર્મનીના પ્રેરણાપ્રવાસે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2003માં ઈન્ડેક્ષ-સી દ્વારા મોસ્કોની મુલાકાતે જવાની તક મળી. આ પ્રવાસોમાં તેમણે કારીગરીને લગતી નવી બાબતો શીખી, જેને પોતાના કામમાં અપનાવી પ્રગતિ સાધી.

Bamboo Craft: ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતી એકતાનગરની ભૂમિ પર ભારત પર્વ દેશની વિવિધ કળાઓને એકસાથે લાવે છે. એન્થોની જોશેફનો સ્ટોલ આ વૈવિધ્યમાં ગુજરાતની સ્થાનિક કારીગરીનો સુંદર પરિચય કરાવે છે. વાંસ અને લાકડામાંથી ઘડાયેલી એવી રચનાઓ, જેમાં પરંપરાનો વારસો, કારીગરની મહેનત અને રોજગારની આશા એકસાથે ઝળહળે છે.