Gurudev receives Gandhi Prace Pilgrim award at Martin Luther King Jr Center Atlanta

Sri Sri Ravishankarji was awarded the Gandhi Peace Pilgrim title: ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીને ગાંધી પીસ પીલગ્રીમ ખિતાબ એનાયત થયો

Sri Sri Ravishankarji was awarded the Gandhi Peace Pilgrim title: ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીને પ્રતિષ્ઠિત માર્ટીન લ્યુથર કિંગ જુનીયર સેંટર ફોર નોન વાયોલન્ટ સોશ્યલ ચેન્જ ખાતે ગાંધી પીસ પીલગ્રીમ ખિતાબ એનાયત થયો

મોરહાઉસ કોલેજમાં માર્ટીન લ્યુથર કિંગ જુનીયર ચેપલના હોલ ઓફ ફેઈમ કે જે અમેરિકાની નાગરિકોના હક્ક માટેની ચળવળનું અધિષ્ઠાન છે ત્યાં ગુરુદેવની તસવીર મુકવામાં આવી.

બેંગ્લોર, ૧૨ નવેમ્બર: Sri Sri Ravishankarji was awarded the Gandhi Peace Pilgrim title: માર્ટીન લ્યુથર કિંગ જુનીયર સેંટર ફોર નોન વાયોલન્ટ સોશ્યલ ચેન્જ ખાતે ગાંધી ફાઉન્ડેશને વૈશ્વિક માનવતા વાદી નેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીનું તેમના શાંતિ અને અહિંસા માટેના કૃતનિશ્ચયી કાર્યો માટે ગાંધી પીસ પીલગ્રીમ ખિતાબથી બહુમાન કર્યું.

ગુરુદેવનું સ્વાગત MLK સેંટરના સીનીયર ફેલો અને ડો. માર્ટીન લ્યુથર કિંગ જુનીયરના ભત્રીજા ડો.આઈઝાક ન્યુટન ફેરીસ જુનીયર તથા ભારતીય કોન્સ્યુલર જનરલ સ્વાતિ કુલકર્ણી દ્રારા કરવામાં આવ્યું હતું. ગુરુદેવ હાલ અમેરિકામાં તેમની વૈશ્વિક ચળવળ ” I Stand for Peace” ને આગળ ધપાવી રહ્યા છે.આ ચળવળમાં વિશ્વમાં વધી રહેલા ધૃવીકરણ સામે શાંતિ અને અહિંસાને અનુમોદન આપતો પોતાનો સાદ પહોંચાડવા યુરોપ,મધ્ય અમેરિકા તથા યુનાઈટેડ સ્ટેટ્સના લાખો લોકો જોડાયેલા છે.

હવે પછી ‘I Stand for Peace’ માટે ગુરુદેવની યાત્રા ન્યુ જર્સી,નોર્ફોલ્ક/વર્જીનીયા બીચ અને મેમ્ફીસ પહોંચશે જ્યાં તેઓ જાહેર કાર્યક્રમોમાં હજારો સ્થાનિક લોકોને સંબોધન કરશે.મેમ્ફીસમાં ગુરુદેવ નેશનલ સીવીલ રાઈટ્સ મ્યુઝીયમની પણ મુલાકાત લેશે જે અમેરિકાના અહિંસા અને સામાજિક પરિવર્તનના ઈતિહાસમાં મહત્વનું સીમાચિહ્નરૂપ છે. ગુરુદેવની વૈશ્વિક ‘I Stand for Peace’ યાત્રા આવતા વર્ષે વોશિંગ્ટન ડીસીમાં પ્રતિષ્ઠિત નેશનલ મોલમાં માનવતાની ભવ્ય ઉજવણી સાથે પૂર્ણ થશે. ડૉ. કીંગના પ્રખ્યાત “I have a dream” વક્તવ્યના ૬૦ વર્ષ પછી એ જ જગ્યાએથી ગુરુદેવ ફરીથી વૈશ્વિક શાંતિ અને વૈવિધ્યમાં સંવાદિતાનો સંદેશ ફેલાવશે.

જ્યારે સમાજમાં ધૃવીકરણ અતિશય વધી ગયું છે ત્યારે ગુરુદેવ આપણને મતભેદોને માત્ર સ્વીકારવા નહીં પણ તેમની ઉજવણી કરવાનું યાદ દેવડાવે છે.ગુરુદેવ કહે છે,” વૈવિધ્ય આ સર્જનને સૌંદર્ય બક્ષે છે.તેનું સન્માન થવું જોઈએ, સ્વીકાર થવો જોઇએ તથા ઉજવણી થવી જોઈએ.”

આ પણ વાંચોVastu tips: સૂર્યાસ્ત પછી વૃક્ષો-છોડ સાથે છેડછાડ કરશો નહીં, જાણો કારણો…

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *