આજે સુપ્રિમ કોર્ટ(Supreme Court)ના ન્યાયાધીશો અને તેમના પરિવારોને આપવામાં આવશે કોરોના વેક્સિન

Supreme Court

અમદાવાદ, 02 માર્ચઃ 1 માર્ચથી દેશભરમાંથી કોરોનાની રસીનો બીજો તબક્કો શરુ થઇ થયો છે, બીજા તબક્કામાં, કોરોના વેક્સિન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59 વર્ષની વયના ગંભીર રોગોથી પીડિત લોકોને આપવામાં આવી રહી છે. આ તબક્કામાં આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ન્યાયાધીશો અને તેમના પરિવારોને કોરોના રસી આપવાની છે.

પીએમ મોદી પછી, ઘણા મોટા નેતાઓએ કોવાક્સિનનો ડોઝ લીધો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના સિટીંગ અને પૂર્વ ન્યાયાધીશોને આજે કોરોના વેક્સિન આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 ન્યાયાધીશોમાંથી એક જસ્ટિસ સૂર્ય કાન્ત 59 વર્ષના છે, તેથી તેમને રસી આપવામાં આવશે નહીં.

Whatsapp Join Banner Guj

આરોગ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોરોના રસીને વિકલ્પ આપવા અંગેનો ખુલાસો આપ્યો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે વિકલ્પો આપવાનો વિકલ્પ ખોટો છે. તેમને વેક્સિન પસંદ કરવાની મંજૂરી નથી. આ સંપૂર્ણપણે કો-વિન સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. અગાઉ એવું કહેવાતું હતું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને બે રસીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેઓ કોવિશિલ્ડ અને કોવાક્સિન બેમાંથી એક પસંદ કરી શકે છે.

આ પણ વાંચો…

દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષીય મહંત સચ્‍ચિદાનંદ સ્‍વામી (Sachidanand swami)એ રસી મૂકાવી આપ્‍યો પ્રેરક સંદેશ