વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થતા બજાર પર સાનુકૂળ અસર, સેન્સેક્સ (sensex) 50 હજાર સપાટીએ પહોંચ્યો

sensex

બિઝનેસ ડેસ્ક, 02 માર્ચઃ કોરોનાના વધતા કેસોની માઠી અસર શેર બજાર પર પણ પડી હતી. હવે જ્યારે વેક્સિન મળી ગઇ છે અને ગઇ કાલે તો પીએમ મોદીએ પણ રસી લઇ લીધી છે. તો તેવી સ્થિતિમાં શેર બજારમાં તેની સાનુકુળ અસર જોવા મળી છે. ગયા અઠવાડિયાનો છેલ્લો દિવસ બ્લેક ફ્રાઇડે થયા બાદ માર્ચની શરુઆતમાં બજારનો દેખાવ સારો છે. આજે સેન્સેક્સ(sensex)માં 750 અને નિફ્ટીમાં 232 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઉંચા મથાળે થયા બાદ વિદેશી રોકાણકારો સહિત ચોમેરની લેવાલી પાછળ બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધતાં સેન્સેક્સ ઇન્ટ્રા ડે 50,000ની સપાટી કુદાવ્યા બાદ ઉંચા મથાળે નફો બુક થતાં પાછો ફર્યો હતો.

Whatsapp Join Banner Guj

જો કે, આમ છતાં કામકાજના અંતે 749.85 પોઇન્ટ ઉછળી 49849.84ની સપાટીએ મજબૂત રહ્યો હતો. એનએસઇ ખાતે પણ કામકાજનો પ્રારંભ ઉંચા મથાળે થયા બાદ નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને 14806ને સ્પર્શ્યા બાદ પાછી ફરી હતી.

નોંધનીય છે કે, આમ છતાં કામકાજના અંતે તે 232.70 પોઇન્ટ ઉછળી 14761.55ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાના પગલે ગઇ કાલે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) રૂા. 2.95 લાખ કરોડે પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ કાલે 125 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી. બીએસઇ પર કાલે 396 શેરોમાં તેજીની સર્કિટ અમલી બની હતી.

આ પણ વાંચો…

આજે સુપ્રિમ કોર્ટ(Supreme Court)ના ન્યાયાધીશો અને તેમના પરિવારોને આપવામાં આવશે કોરોના વેક્સિન