T. S. Thirumurthy

T. S. Tirumurthy said: યુએનના સભ્ય દેશોને એન્ટી હિન્દુ, એન્ટી બૌદ્ધ અને એન્ટી સીખ ફોબિયા પર ધ્યાન આપવાની જરૂરિયાત: ટી. એસ. તિરૂમૂર્તિ

T. S. Tirumurthy said: દિલ્હી સ્થિત ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ(GCTS) તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તિરૂમુર્તિએ સંબોધન કર્યું

નવી દિલ્હી, 25 જાન્યુઆરી: T. S. Tirumurthy said: જૂન 2021માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તરફથી પસાર થયેલી ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજી (GCTS) ની સાતમી સમીક્ષાનો ઉલ્લેખ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી. એસ. તિરૂમુર્તિએ કહ્યું, “ધર્મ વિરોધી, ખાસ કરીને એન્ટી હિન્દુ, એન્ટી બૌદ્ધ અને એન્ટી સિખ ફોબિયાનો જન્મ એક ગંભીર ચિંતાનો વિષય છે અને આ ખતરાથી નિપટવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને દરેક સભ્ય દેશોને ધ્યાન આપવાની જરૂરિયાત છે. ” તેઓ દિલ્હી સ્થિત ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરી રહ્યા હતા.

T. S. Tirumurthy said: તિરૂમુર્તિએ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રની કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ (સીટીસી)ની અધ્યક્ષતા સંભાળી છે જેનું ગઠન 2001માં અમેરિકામાં 9/11 ટ્વિન ટાવર હુમલા બાદ કરવામા આવ્યું હતું.

તિરૂમુર્તિએ આ કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ કર્યું કે (T. S. Tirumurthy said) તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે સંબોધિત કરી રહ્યા છે, સીટીસીના અધ્યક્ષ તરીકે નહીં. પરંતુ સાથે તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે સુરક્ષા પરિષદને નવી શબ્દાવલી અને બિનજરૂરી પ્રાથમિકતાઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે જે આપણું ધ્યાન ભંગ કરી શકે છે.

Gujarati banner 01

આતંકવાદી તો માત્ર આતંકવાદી હોય છે
તિરૂમૂર્તિએ કહ્યું, (T. S. Tirumurthy said) “આતંકવાદી તો માત્ર આતંકવાદી હોય છે , તેમા સારા કે ખરાબનો કોઇ ભેદ હોતો નથી. જેઓ આ ભેદની વાત કરે છે તેમનો માત્ર એક એજન્ડા હોય છે. અને જે લોકો તેમનો બચાવ કરે છે તેઓ પણ બરાબર દોષિત છે. આપણે આ લડાઇમાં બેવડું વલણ ન અપનાવવું જોઇએ. ”

ડિસેમ્બર 2020માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ- ‘અંતર્ધાર્મિક અને અંતર-સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન, શાંતિ માટે સમજ અને સહયોગને વધારવો’ને મંજૂરી આપી હતી જેમાં ઇસ્લામોફોબીયા, યહૂદી વિરોધ અને ક્રિશ્યનોફોબિયા પર વાત કરવામા આવી હતી જે અબ્રાહમિક અને બિન અબ્રાહમિક ધર્મો વિષે ચર્ચાને આગળ વધારે છે.

તિરૂમૂર્તિએ કહ્યું, ‘છેલ્લા બે વર્ષોથી ઘણા સભ્ય દેશ તેમની રાજકીય, ધાર્મિક અને અન્ય વાતોથી પ્રેરિત થઇને આતંકવાદને વંશીય અને જાતિય સ્વરૂપથી પ્રેરિત હિંસા, હિંસક રાષ્ટ્રવાદ, દક્ષિણપંથી ઉગ્રવાદ વગેરે શ્રેણીઓમાં વિભાજિત કરવો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ પ્રવૃત્તિઓ ઘણા કારણોથી ખતરનાક છે. ’

હિન્દુ, બૌદ્ધ અને સિખો વિરુદ્ધ થયેલી હિંસાનો સ્વીકાર કરવામા આવે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજી (યુએનજીસીટીએસ) શબ્દાવલીમાં 2019ના અંત અને 2020ની શરૂઆતમાં ઇસ્લામોફોબિયા અને ક્રિશ્યનોફોબિયા જેવા શબ્દ સામેલ થયા બાદ ભારત પણ હિન્દુ, બૌદ્ધ અને સિખો વિરુદ્ધ થયેલી હિંસાને માન્યતા આપવા માટે ભાર મૂકી રહ્યું છે.

તિરૂમૂર્તિએ કહ્યું, “અલકાયદાની સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવી આતંકવાદી સંસ્થાઓ સાથે સંબંધ મજબૂત થઇ રહ્યા છે. આફ્રીકામાં ક્ષેત્રીય સ્તર પર તેના સહયોગી સમૂહોનો વિસ્તાર થઇ રહ્યો છે. ” સાથે તેમણે કહ્યું કે ઓગસ્ટ 2021માં ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ 2593 (2021)ને અપનાવવામા આવ્યો હતો જેમાં અફઘાનિસ્તાન પર ‘સામૂહિક ચિંતા’ની વાત કરવાની સાથે તાલિબાનના કબજાને લીધે ત્યાં ઉદ્ભવી રહેલા આતંકવાદના ખતરા અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે.

આ પણ વાંચો…Republic Day celebrations by Indians in America: અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી