Los angeles repulic day

Republic Day celebrations by Indians in America: અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી

લોસ એન્જલસ, ૨૫ જાન્યુઆરીઃ Republic Day celebrations by Indians in America: ભારતમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયો તેમને ત્યાં ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોય છે. અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીય ઉપસ્થિત રહ્યા હતા.

Republic Day celebrations by Indians in America

લોસ એન્જલસના સેરિટોઝ સિટીના ટાઉન સેન્ટર હોલ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણીના સમારોહમાં ભારતના એમ્બેસેડર ડો. ટી.વી.નાગેન્દ્ર પ્રસાદ, એનાહેમ સિટીના મેયર હેરી સીધુ, સેરિટોક સિટીના પોલીસ ચીફ કેપ્ટન મિહન ડિન, ઉદ્યોગપતિ અને ઉદ્યોગપતિ અવધેશ અગ્રવાલ, ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પાલિટી ગૃપના યોગી પટેલ, ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરીમલ શાહ તથા સુરેશ મોદી સહિત મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01

Republic Day celebrations by Indians in America: સમારોહના મુખ્ય મહેમાન ભારતીય કોન્સ્યુલેટ જનરલ ડૉ.ટી.વી. નાગેન્દ્ર પ્રસાદે આ સમારોહના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારતના પ્રજાસત્તાક દિન પર્વની સર્વેને શુભેચ્છા પાઠવી હતી. ભારતે સાત દાયકાના પ્રજાસત્તાક દેશ તરીકે કરેલા વિકાસ અને પ્રગતિની એમણે ઝલક આપી હતી. ભારત આગામી ૧૫ ઓગસ્ટે આઝાદીના ૭૫ વર્ષ પૂરા કરી રહ્યો છે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 સપ્તાહ સુધી થનારી ઉજવણી પણ એમણે વાતો કરી હતી. હેનરી સિંધુ, કેપ્ટન મિહ્ન ડિને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. તેમણે અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન છે તેને બિરદાવ્યું હતું.

Republic Day celebrations by Indians in America

લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ૭૨ વર્ષ પૂરા કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ભારતે પ્રગતિ કરી છે તેમાં ભારતીયોનું મહત્વનું પ્રદાન રહ્યું છે. એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ભારતે અનેકવિધ ધર્મા, પ્રદેશ સાથે પણ એક કઈ રીતે રહીને વિકાસ કરી શકાય તેનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બધું ભારતીયોની લોકતાંત્રિક ભાવનાને કારણે બન્યું છે.પરિમલ શાહે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહૂતિ થઈ હતી.

આ પણ વાંચો…Accident in maharashtra: મહારાષ્ટ્રના વર્ધામાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, સાત મેડિકલ વિદ્યાર્થીઓના મોત