lions

World Lion Day: પ્રધાનમંત્રીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તે સૌને શુભેચ્છા પાઠવી

World Lion Day: “સિંહ રાજસી અને સાહસી છે. એશિયાટિક સિંહનું ઘર હોવાનો ભારતને ગર્વ છે: પ્રધાનમંત્રી

દિલ્હી, ૧૦ ઓગસ્ટ: World Lion Day: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તે સૌને શુભેચ્છા પાઠવી છે.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“સિંહ રાજસી અને સાહસી છે. (World Lion Day) એશિયાટિક સિંહનું ઘર હોવાનો ભારતને ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તે સૌને મારી શુભેચ્છા પાઠવું છું. તમને એ જાણીને ખુશી થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંહની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો…Sravan gauri puja: શ્રાવણના સોમવારની જેમ મંગળવાર પણ ખાસ, આ દિવસે ગૌરી પૂજા વિના શિવપૂજાનું ફળ મળી શકતું નથી- વાંચો અહેવાલ

જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતો હતો, ત્યારે મને ગીર સિંહો માટે સલામત અને સુરક્ષિત રહેઠાણોની ખાતરી કરવા માટે કામ કરવાની તક મળી હતી. ઘણી પહેલ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક સમુદાયો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો સામેલ હતા જેથી નિવાસસ્થાન સુરક્ષિત રહે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે. “

Whatsapp Join Banner Guj