attack Hindu temples in Bangladesh

Attack Hindu temples in Bangladesh: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં ચાર મંદિર, હિંદુઓના 100 ઘરો-દુકાનોમાં ભારે તોડફોડ- વાંચો સંપૂર્ણ વિગત

Attack Hindu temples in Bangladesh: શુક્રવારે રાત્રે અહીંના શૈલી ગામમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ મુસ્લિમોનું ટોળુ હિંદુઓના મંદિર અને મકાનો પર તુટી પડયું હતું. સૌથી પહેલા અહીંના શૈલી મહાસ્મશાન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઢાકા, 10 ઓગષ્ટ: Attack Hindu temples in Bangladesh: પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાનું પ્રમાણ વધ્યું છે. બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં ન માત્ર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી સાથે સાથે હિંદુઓના 100થી પણ વધુ ઘરો અને દુકાનોમાં પણ ભારે તોડફોડ કરાઇ હતી. જેને પગલે પોલીસે દસ લોકોની ધરપકડ કરી છે અને સુરક્ષા વધારી દીધી છે.

શુક્રવારે રાત્રે અહીંના શૈલી ગામમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ મુસ્લિમોનું ટોળુ હિંદુઓના મંદિર અને મકાનો પર તુટી પડયું હતું. સૌથી પહેલા અહીંના શૈલી મહાસ્મશાન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Parliament: 127મો સંવિધાન બિલ લોકસભામાં રજૂ 20 દિવસથી પેગાસસ જાસૂસી પર ચર્ચાને લઈને અડ્યા વિપક્ષને સરકારની સાથે આવવુ પડ્યુ- વાંચો વિગત

જ્યાં મંદિર(Attack Hindu temples in Bangladesh)માં રાખવામાં આવેલી મુરતીઓને તોડી નખાઇ હતી. બાદમાં અહીંના હરી મંદિર, દુર્ગા મંદિર, ગોવિંદા મંદિરમાં પણ ભારે તોડફોડ કરી હતી. અહીં છ દુકાનો અને 100 જેટલા મકાનોમાં પણ તોડફોડ કરી હતી જે બધા જ હિંદુઓના છે. 

સૃથાનિક રિપોર્ટ અનુસાર એક જ દિવસમાં ચાર જેટલા મંદિરોમાં તોડફોડ કરી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. અહીંથી હિંદુઓ કિર્તન ભજન કરતા કરતા મંદિર તરફ જઇ રહ્યા હતા. એવામાં વચ્ચે એક મસ્જિદ આવી, જે દરમિયાન પણ તેઓ ભજન ગાઇ રહ્યા હતા.

આ પણ વાંચોઃ Sravan gauri puja: શ્રાવણના સોમવારની જેમ મંગળવાર પણ ખાસ, આ દિવસે ગૌરી પૂજા વિના શિવપૂજાનું ફળ મળી શકતું નથી- વાંચો અહેવાલ

જોકે મસ્જિદના ઇમામે હિંદુઓ(Attack Hindu temples in Bangladesh)ને ભજન કિર્તન કરતા અટકાવ્યા હતા. અને મસ્જિદની સામે ભજન ન ગાવા કહ્યું હતું. જે બાદ બન્ને વચ્ચે બોલાચાલી થતા 100થી વધુ મુસ્લિમોનું ટોળુ હિંદુ મંદિર તરફ ધસી ગયું હતું અને મંદિરમાં તોડફોડ કરી હતી. સાથે જ હિંદુઓના મકાનોમાં ઘુસીને ભારે તોડફોડ કરી હતી.

Whatsapp Join Banner Guj