shiv

2 days of Amavsya: 2 દિવસ બને છે અમાસનો યોગ, શુક્રવારની અમાસને માનવામાં આવે છે શુભ- વાંચો વિગત

2 days of Amavsya: 27 ઓગસ્ટના શનિવારે આ વર્ષની છેલ્લી શનિશ્ચરી અમાસ રહેશે

ધર્મ ડેસ્ક, 26 ઓગષ્ટઃ2 days of Amavsya: શ્રાવણ મહિનામાં શનિશ્ચરી અમાસનો શુભ સંયોગ બનશે. શ્રાવણની શનિશ્ચરી અમાસ 26 ઓગસ્ટના શુક્રવારે સવારે લગભગ 11.20 વાગ્યાથી શરૂ થશે જે 27 ઓગસ્ટ એટલે કે શનિવારે બપોરે લગભગ 1.45 સુધી રહેશે. આ રીતે પૂજા પાઠ અને શ્રાદ્ધ કરવા માટે 2 દિવસ મળશે. 27 ઓગસ્ટના શનિવારે આ વર્ષની છેલ્લી શનિશ્ચરી અમાસ રહેશે. આ દિવસે કરવામાં આવેલા તીર્થ સ્નાન અને દાનનું અનેક ગણું પુણ્ય મળે છે.

જ્યોતિષ અનુસાર, શુક્રવારે અને શનિવાર બંને દિવસ કુતપ કાળ એટલે કે આઠમાં મુહૂર્તમાં અમાસની તિથિ રહેશે. અમાસ મધ્યાહનમાં હોવાના કારણે આ મુહૂર્તમાં પિતૃપૂજાનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પિતૃપૂજા માટે બંને દિવસ ખૂબ જ ખાસ રહેશે. બંને દિવસે પિતૃપૂજા એટલે કે કુતપ કાળનો શુભ સમય 11.36 થી 12.24 સુધી રહેશે.

શનિવારે સૂર્યોદય સમયે શનિશ્ચરી અમાસ રહેશે. તેથી, આ દિવસ તીર્થયાત્રા, સ્નાન અને દાન માટે વિશેષ રહેશે. આ સંયોગમાં કરવામાં આવેલા શુભ કામથી મળતું પુણ્ય અને ફળ અનેક ગણું વધી જાય છે. અમાસના દિવસે અન્ન અને વસ્ત્રોનું દાન કરવાનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ગોળ, ઘી, ચોખા, તલ, મીઠું, છત્રી અને પગરખાનું દાન પણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ Film maker Saawan Kumar Passed Away: જાણીતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક, ગીતકાર અને લેખક સાવન કુમાર ટાકનું નિધન

આ પણ વાંચોઃ Gujarat Public Service Commission Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગની ક્લાસ 1 અને 2ની ભરતીના આજથી ફોર્મ ભરવાના શરૂ

Gujarati banner 01