Ban imposed on export of flour

Ban imposed on export of flour: ખાદ્ય મોંઘવારી રોકવા કેન્દ્ર સરકારનો લીધો મોટો નિર્ણય, લોટની નિકાસ પર લગાવ્યા પ્રતિબંધ

Ban imposed on export of flour: વરસાદની ઉદાસીનતા અને આકરી ગરમીના કારણે ઘઉંના પાકને ઘઉંના પાકને અસર થઈ હતી. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઘઉંની માંગ વધી છે.

નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ Ban imposed on export of flour: કેન્દ્ર સરકારે ગઇ કાલે ખાદ્ય મોંઘવારીને રોકવા માટે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. PM મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કેબિનેટના આ નિર્ણયથી હવે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સરકારના આ પગલાથી ઘઉંના લોટની વધતી કિંમતોને અંકુશમાં લેવામાં મદદ મળશે. આ સાથે જ ખાદ્ય મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને રાહત મળશે. સુત્રો અનુસાર, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) આ અંગે નોટિફિકેશન જાહેર પાડશે. અગાઉ મે મહિનામાં કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ 2 days of Amavsya: 2 દિવસ બને છે અમાસનો યોગ, શુક્રવારની અમાસને માનવામાં આવે છે શુભ- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, વરસાદની ઉદાસીનતા અને આકરી ગરમીના કારણે ઘઉંના પાકને ઘઉંના પાકને અસર થઈ હતી. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઘઉંની માંગ વધી છે. આ કારણે ભારતમાંથી ઘઉંની નિકાસ વધી છે. પરિણામે, સ્થાનિક મંડીઓમાં ઘઉંના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. દેશની સૌથી મોટી મંડીઓમાંની એક ઈન્દોરમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,400 થી રૂ. 2,500 સુધી પહોંચ્યા હતા.

મે મહિનામાં ઝડપથી વધી રહેલી ખાદ્ય મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. હવે કેન્દ્ર સરકારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ફરી એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે હવે ઘઉંના લોટની નિકાસ પર નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે, આ નિર્ણયની અસર બજારો પર પણ દેખાશે અને સ્થાનિક બજારમાં લોટના ભાવને નિયંત્રિત કરવામાં મદદ કરશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Film maker Saawan Kumar Passed Away: જાણીતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક, ગીતકાર અને લેખક સાવન કુમાર ટાકનું નિધન

Gujarati banner 01