Budhwar upay: બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Budhwar upay: તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો

ધર્મ ડેસ્ક, 24 નવેમ્બરઃBudhwar upay: કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ . તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનતનો પૂર્ણ ફળ મળતું નથી. તેથી આજે એક સરળ ઉપાય જાણીએ જેનાથી તમે સંકટ મોચનને રીઝવી ધાર્યા કાર્ય કરી શકશો.

કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશનૂ પૂજન અને સ્મરણ કરવામાં આવે છે. શિવ પુત્રની કૃપાથી જ ઘર-પરિવારમાં શુભ કાર્ય થાય છે. તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો. અથર્વશીર્ષ સ્ત્રોતનો પાઠ કરવાથી બધા અમંગળ દૂર થાય છે. સૌભાગ્ય, સંપત્તિ અને સંપન્નતાના માર્ગ ખુલી જાય છે.
આ પણ વાંચોઃ Aspergillus lentulus: દેશમાં ફંગસના ખતરનાક નવા સ્ટ્રેનની એન્ટ્રી, આ શહેરમાં આવ્યા બે કેસ- બંનેના સારવાર દરમિયાન થયા મોત- વાંચો વિગત

જે વ્યક્તિ દૂર્વાથી ભગવાન ગણેશનું સાચા મનથી પૂજન કરે છે તે કુબેર સમાન ધનવાન બને છે. જ્યોતિષિય માપદંડ મુજબ દુર્વા છાયા ગૃહ કેતુને સંબોધિત કરે છે.

Advertisement
  • ગણપતિજી ધુમ્રવર્ણ ગૃહ કેતુ ના અધિષ્ટ દેવતા છે અને કેતુ ગૃહથી પીડિત જાતકોએ ગણેશજીને 11 અથવા 21 દુર્વાના મુકુટ બનાવીને ગણેશની મૂર્તિ પર જાતક બુધવારની સાંજે 4 થી 6 વચ્ચે સૂર્યાસ્ત પૂર્વ ગણેશજીને અર્પિત કરવા હિતકારી રહે છે.
  • બુધવારે ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવીને દરેક પરીક્ષામાં પાસ થવા માટે પ્રાર્થના કરો.7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે.
  • ધનની કામના માટે બુધવારના દિવસે શ્રી ગણેશને ઘી અને ગોળનો ભોગ લગાવો. થોડીવાર પછી ઘીઅને ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાનુ નિદાન થઈ જાય છે.
Whatsapp Join Banner Guj