Aspergillus lentulus

Aspergillus lentulus: દેશમાં ફંગસના ખતરનાક નવા સ્ટ્રેનની એન્ટ્રી, આ શહેરમાં આવ્યા બે કેસ- બંનેના સારવાર દરમિયાન થયા મોત- વાંચો વિગત

Aspergillus lentulus : એસ્પરગિલસ ફંગસની જ એક પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે, ફંગસના અન્ય સ્ટ્રેનની તુલનામાં તેનાથી થતો મૃત્યુદર વધુ હોય છે

નવી દિલ્હી, 23 નવેમ્બરઃAspergillus lentulus: દિલ્હી એઈમ્સના ડોક્ટરે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલમનરી ડિસિઝ(COPD)થી પીડિત 2 દર્દીઓમાં એસ્પરગિલસ લેંટુલસની પુષ્ટી કરી છે. ચિંતાની વાત એ છે કે, તમામ પ્રયાસો છતાં પણ ફંગસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયેલા દર્દીઓને બચાવી શકાયા નહોંતા અને બંન્નેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, Aspergillus lentulus ખરેખર એસ્પરગિલસ ફંગસની જ એક પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે, ફંગસના અન્ય સ્ટ્રેનની તુલનામાં તેનાથી થતો મૃત્યુદર વધુ હોય છે કારણ કે, આ ફેફસાને સંક્રમિત કરે છે, વિદેશમાં પણ કેટલાક કિસ્સાઓ નોંધાયા છે, જો કે, ડોક્ટર્સનું માનવું છે કે, ભારતમાં આ નવા સ્ટ્રેનની પ્રથમ ઘટના છે, ફંગસનો આ નવો સ્ટ્રેન પ્રથમ વખત 2005માં જોવા મળ્યો હતો

આ પણ વાંચોઃ International Emmy Awards 2021: ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સની થઇ જાહેરાત, બોલિવુડના આ કલાકારો હતા નોમિનેશન લિસ્ટમાં!

Whatsapp Join Banner Guj