Kapur dhup

Kapur dhup: ઘરમાં કપૂર સળગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજીનું થાય છે આગમન

Kapur dhup: ઘરની શુદ્ધિ પણ થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ પણ ઝડપથી પૂરી થાય છે

ધર્મ ડેસ્ક, 22 સપ્ટેમ્બરઃKapur dhup: હિન્દુ ધર્મમાં કપૂરનુંઘણું મહત્વ છે, કપૂર સળગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. એટલા માટે તમે જોયું જ હશે કે જો ઘરમાં યજ્ઞ-હવન હોય તો સમાપન સમયે કપૂરની આરતી થાય છે. તેનાથી ઘરની શુદ્ધિ પણ થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ પણ ઝડપથી પૂરી થાય છે.

નવરાત્રિ આવી રહી છે અને આ દરમિયાન પૂજામાં પણ કપૂરનું વિશેષ મહત્વ છે. શું તમે જાણો છો કે કપૂર માત્ર ઘરને શુદ્ધ નથી કરતું પણ તમને ધનવાન પણ બનાવી શકે છે. હા, અમે તમને એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે કપૂર સળગાવીને પણ ધનવાન બની શકો છો .

– જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો, તો ચાંદીના પાત્રમાં કપૂર સાથે લવિંગ સળગાવી દો, તમે જોશો કે આ કરવાથી તમને પૈસાની કમી નહીં થાય.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકીને સાંજે તેને સળગાવી દો અને તે ફૂલની સાથે મા દુર્ગાને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમને અચાનક ઘણા પૈસા મળી શકે છે, જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે તો તમને તે પૈસા પણ પાછા મળી જશે. જો તમે આ ઉપાય ઓછામાં ઓછા 43 દિવસ સુધી દરરોજ કરો છો, તો તમે જોશો કે તમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. કપૂર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

– કપૂરના ઉપયોગથી પિતૃદોષ પણ સમાપ્ત થાય છે, અને ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. જો ઘરની વાસ્તુ ખોટી હોય તો રોજ કપૂર સળગાવો, આમ કરવાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. તેના માટે તમારે કપૂરને ઘીમાં બોળીને સવાર-સાંજ સળગાવવાનું છે. આમ કરવાથી આ દોષોની અસર ઓછી થઈ જાય છે.

– કપૂર બાળવાથી ના માત્ર ધન લાભ થતો અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પરંતુ દુશ્મનોની ખરાબ નજરથી પણ રક્ષણ મળે છે. તેને બાળવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે.

– જો તમે તમારું નસીબ ચમકાવવા માંગતા હોવ તો સવારે પાણીમાં કપૂરના તેલના થોડા ટીપા નાંખો અને તે પાણીથી સ્નાન કરો, આમ કરવાથી તમારું ભાગ્ય ચમકશે.

– જો તમને દરરોજ ખરાબ સપના આવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો, આ કરવાથી ખરાબ સપના બંધ થાય છે અને વાતાવરણ શાંત થાય છે.

આ પણ વાંચોઃ Railway Crossing No. 11 B close: 22 થી 29 સપ્ટેમ્બર સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ રેલવે સ્ટેશન વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 11 “B”બંધ રહેશે

Gujarati banner 01