janmashtami

Temple open time: સોમવારે શિવભક્તિ-કૃષ્ણભક્તિનો દિવ્ય સંયોગ, સોમનાથ મંદિર રાત્રે 10 સુધી, ભાલકાતિર્થ રાત્રે 9 સુધી ખુલ્લુ રહેશે

Temple open time: સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ તથા ભારતવર્ષના ચાર ધામ પૈકીનું એક  દ્વારકા બન્ને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો

ધર્મ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Temple open time: આ વર્ષે શ્રાવણના સોમવાર અને જન્માષ્ટમી બન્ને તા.૩૦ ઓગષ્ટે આવતા હોય શિવભક્તિના સર્વોત્તમ દિવસ અને કૃષ્ણનો જન્મોત્સવ બન્ને એક દિવસે હોય સૌરાષ્ટ્રના વિશ્વપ્રસિધ્ધ અને પૌરાણિક મહત્વ ધરાવતા સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ તથા ભારતવર્ષના ચાર ધામ પૈકીનું એક  દ્વારકા બન્ને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણાં માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ કરાયો છે અને સમગ્ર દ્વારિકા નગરીએ શણગાર સજ્યા છે તો સોમનાથ મંદિર પણ વિશેષ શણગાર,રોશનીકરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ BH series registration: દેશમાં આંતરરાજ્ય સરળ પરિવહન માટે કેન્દ્રે ‘બીએચ’ રજિસ્ટ્રેઝન સિરિઝ રજૂ કરી

કૃષ્ણકનૈયાની કર્મભુમિ અને ભગવાને જ્યાં આયુષ્યના ૧૦૦ વર્ષ વિતાવ્યા તે દ્વારકા મંદિર ગત વર્ષે કોરોના કાળમાં ભાવિકો માટે બંધ રહ્યું હતું પરંતુ, આ વર્ષે કોરોના હળવો થતા ખુલ્લુ રહેતા દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળે છે. ભાવિકોની ભારે ભીડને ધ્યાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. મંદિરમાં દર્શન માટે આવવા-જવાના માર્ગ અલગ અલગ કરાયા છે. ખાસ કંટ્રોલરૂમ સાથે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મંદિર પરિસર અને પ્રવેશ દ્વાર પાસે હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે. દ્વારકા મંદિર ઉપરાંત ઈસકોન ગેઈટ, રબારી ગેઈટ, સરકારી કચેરીઓ, હોટલોને પણ અદભૂત રોશનીથી શણગારાઈ છે. 

જન્માષ્ટમી તહેવારમાં દ્વારકા(Temple open time)માં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડીને તા.૩૧ સુધી પાર્કિંગ-નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. જોધાભા માણેક ચોક, ઈસ્કોન ગેઈટ સુધી, ત્રણ બતી ચોકથી મહાજન બજાર, ભદ્રકાલી રોડ, શાકમાર્કેટ ચોક, એસ.ટી.ડેપો આસપાસ, સુદામા ચોક, કિર્તિ સ્તંભ આસપાસ નો પાર્કિંગ ઝોન કરાયા છે જ્યારે ભાવિકો તેમના વાહનો પ્રજાપતિ વાડી સામે, શારદાપીઠ કોલેજનું મેદાન, એસ.ટી.રોડ, સર્કિટહાઉસ પાછળ મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળ, હાથી ગેઈટ વિસ્તારમાં પાર્ક કરી શકશે. 

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો પ્રથમ મેડલ

બીજી તરફ સોમનાથ મંદિર  સવારે ૪થી ૬-૩૦, ૭-૩૦થી ૧૧-૩૦, બપોરે ૧૨-૩૦થી ૬-૩૦ અને રાત્રે ૭-૩૦થી ૧૦ સુધી ખુલ્લુ રહેશે જ્યારે સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તિર્થ (કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ દેહત્યાગ કર્યો હતો) તથા શ્રી રામમંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ભીડભંજન મંદિર સવારે ૬થી રાત્રે ૯ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લા રહેશે પરંતુ,  આરતીમાં ભાવિકોને પ્રવેશ અપાશે નહીં.  બન્ને સ્થળોનું જન્માષ્ટમી ઉત્સવનું જીવંત પ્રસારણ ફેસબૂક, ટીવીચેનલો, યુટયુબ પર કરાશે.  સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ લેવો ફરજીયાત છે જે માટે સોમનાથ.વેબસાઈટ પર ઓનલાઈન બૂકીંગ કરાવવા જણાવાયું છે.

Whatsapp Join Banner Guj