Bhavina patel

Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો પ્રથમ મેડલ

Tokyo Paralympics: ટેબલ ટેનિસના ઇતિહાસમાં ફાઈનલમાં પહોંચનારી ભારતની સૌ પ્રથમ ખેલાડી

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 ઓગષ્ટઃTokyo Paralympics: જાપાનનાં ટોક્યોમાં ચાલી રહેલી પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં ગુજ્જુ ગર્લ ભાવિના પટેલ હારી જતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. ફાઈનલ મેચમાં ભાવિનાને ચીનની ખેલાડી ઝોઉ યિંગે સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો હતો. ચીનની ખેલાડીએ પેરા ઓલિમ્પિકમાં ત્રીજીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે.

અગાઉ ભાવિના પટેલે સેમિફાઈનલમાં ઝાંગ મિયાઓને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મારી હતી. મહેસાણા પાસેના સુંઢિયા ગામની વતની ભાવિના દેશની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી છે. જે પેરાઓલિમ્પિકની ફાઈનલ સુધી પહોંચી હતી. આ સિવાય પેરાઓલિમ્પિકમાં જ્યોતિ બાલિયાન, રાકેશ કુમાર, વિનોદ કુમાર, નિશાદ કુમાર અને રામપાલે અલગ-અલગ સ્પર્ધામાં પોતાનું બૅસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું.

ટોક્યો પેરાલિમ્પિક્સ(Tokyo Paralympics)માં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસની ક્લાસ ફોર ઇવેન્ટમાં મહિલા પેડલર ભાવિના પટેલે પોતાની શાનદાર રમતથી ભારતને આ મેડલ અપાવ્યો હતો. ભાવિનાએ આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ભારતની ‘ચાંદી’કરાવી દીધી.

આશ્ચર્યજનક બાબત એ છે કે ભાવિનાએ પોતાની પ્રથમ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં દેશને મેડલ અપાવ્યો છે.ટોક્યો પેરાલિમ્પિક્સના ટેબલ ટેનિસ વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 ની ફાઇનલમાં ભારતની ભાવિના પટેલને ચીનની ઝોઉ યિંગે 3-0થી હરાવી હતી.

મહત્વનું છે કે, ભાવિના પટેલના ગામમાં હાલ ઉત્સવનો માહોલ છે. શનિવારે પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી

ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં વધુ એક સીમાચિહ્ન સર કરતાં ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે તે પેરાલિમ્પિક ટેબલ ટેનિસના ઇતિહાસમાં ફાઈનલમાં પહોંચનારી ભારતની સૌ પ્રથમ ખેલાડી બની હતી.

34 વર્ષીય ભાવિના પટેલે કેટેગરી 4ની વિમેન્સ સિંગલ્સની ઈવેન્ટમાં શાનદાર દેખાવ જારી રાખતાં માત્ર 34 મિનિટમાં જ સેમિ ફાઈનલ જીતી લીધી હતી. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ ભાવિનાએ જોરદાર કમબેક કરતાં બીજી અને ત્રીજી ગેમ જીતી લીધી હતી. ચોથી ગેમમાં મિઓએ વિજય મેળવતા બંને ખેલાડીઓ 2-2થી બરોબરી પર આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ Bride Beats Groom Video: મંડપમાં ગુટખો ખાઇ રહ્યો હતો વરરાજા, આ જોઇ ગુસ્સે થઇ નવવધુ, થપ્પડોથી માર માર્યો- જુઓ વાયરલ થયેલો વીડિયો

આખરે પાંચમી અને નિર્ણાયક ગેમની સાથે ભાવિનાએ કુલ 7-11, 11-7, 11-4, 9-11, 11-8ના સ્કોરથી ચીની ખેલાડીને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ફાઈનલમાં તેમનો મુકાબલો એ જ ખેલાડી સામે થવાનો છે, જેની સામે તે પ્રથમ લીગ મેચમાં હાર્યા હતા.

જોકે, ટોક્યો પેરાલિમ્પિકમાં તેમણે જે પ્રકારે શાનદાર દેખાવ સાથે આત્મવિશ્વાસ બતાવ્યો હતો, તે જોતા તેઓ ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર મનાતી હતી. ટોક્યો પેરાલિમ્પિકમાં પ્રથમ ગ્રુપ મેચમાં ઝોઉ યીંગ સામેની હાર બાદ ભાવિનાએ ગ્રેટ બ્રિટનની શાકલટનને હરાવી હતી. જે પછી તેણે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલની ડી ઓલીવેઇરાને હરાવી હતી. ક્વાર્ટર ફાઈનલમાં પણ તેણે રિયો પેરાલિમ્પિકની ગોલ્ડમેડલીસ્ટ સર્બિયાની રાન્કોવિચ સામે 3-0થી આસાન જીત સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો

Whatsapp Join Banner Guj