Nitin Gadkari 1

BH series registration: દેશમાં આંતરરાજ્ય સરળ પરિવહન માટે કેન્દ્રે ‘બીએચ’ રજિસ્ટ્રેઝન સિરિઝ રજૂ કરી

BH series registration: નવા વાહનોની નોંધણીની પદ્ધતિ વાહન માલિકોને એક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જતા ફરીથી નોંધણી પ્રક્રિયામાંથી મુક્તિ અપાવે છે

નવી દિલ્હી, 29 ઓગષ્ટઃ BH series registration: દેશમાં વ્યક્તિગત વાહનોનું આંતરરાજ્ય પરીવહન સરળ બને તે હેતુથી કેન્દ્ર સરકારે નવા વાહનો માટે નવી વાહન સિરિઝ ભારત સિરિઝ (બીએચ-સિરિઝ) લોન્ચ કરી છે. આ એક પ્રકારનું રજિસ્ટ્રેશન માર્ક હશે. આ સંદર્ભમાં સરકારે જણાવ્યું છે કે નવા વાહનોની નોંધણીની પદ્ધતિ વાહન માલિકોને એક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બીજા રાજ્યમાં જતા ફરીથી નોંધણી પ્રક્રિયામાંથી મુક્તિ અપાવે છે.

આ પણ વાંચોઃ Reliance corona vaccine: મુકેશ અંબાણીની કંપનીએ બનાવેલી કોરોનાની વેક્સીનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી, વાંચો વિગત

માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ (એમઓઆરટીએચ) મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક ધોરણે ભારત સિરિઝ (બીએચ-સિરિઝ) હેઠળ વાહનોની નોંધણી સંરક્ષણ જવાનો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રના જાહેર એકમો, ચારથી વધુ રાજ્યોમાં ઓફિસો ધરાવતી સરકારી કંપનીઓ અને સંસ્થાઓ તેમજ ખાનગી કંપનીઓના અધિકારીઓને સુવિધા પૂરી પાડશે.આ સુવિધા વાહન માલિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતાં વાહનની ફરીથી નોંધણી પ્રક્રિયામાંથી મુક્તિ અપાવશે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, વ્યક્તિગત વાહન માલિકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે વાહનની ફરીથી નોંધણી કરાવવાની જરૂરિયાત એક જટીલ અને કંટાળાજનક પ્રક્રિયા હોવાથી વાહનની નોંધણી માટે આઈટી આધારિત ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીએચ-સિરિઝ રજિસ્ટ્રેશનનું ફોર્મેટ YY BH #### XX હશે, જેમાં YY પહેલી નોંધણીનું વર્ષ દર્શાવશે, BH ભારત સિરિઝનો કોડ છે, #### ચાર આંકડાનો નંબર હશે અને XX બે આલ્ફાબેટ હશે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે જીત્યો સિલ્વર, ભારતને અપાવ્યો પ્રથમ મેડલ

મંત્રાલયે ૨૬મી ઑગસ્ટ ૨૦૨૧ના રોજ એક નોટિફિકેશન મારફત નવા વાહનો માટે ભારત સિરિઝ (બીએચ-સિરિઝ) રજૂ કરવાની જાહેરાત કરી છે. આ નોટિફિકેશન મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વસૂલવામાં આવતો મોટર વાહન ટેક્સ બીએચ સિરિઝની નોંધણી સમયે નોન-ટ્રાન્સપોર્ટ વાહન તરીકે રૂ. ૧૦ લાખ સુધીના વાહનોના કિસ્સામાં આઠ ટકા, રૂ. ૧૦થી ૨૦ લાખ વચ્ચેની કિંમતના વાહનોના કિસ્સામાં ૧૦ ટકા અને રૂ. ૨૦ લાખથી વધુ કિંમતના વાહનોના કિસ્સામાં ૧૨ ટકા રહેશે. વધુમાં ડીઝલ વાહનો માટે બે ટકા એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવશે જ્યારે ઈલેક્ટ્રિક વાહનોને ટેક્સમાં બે ટકાની મુક્તિ મળશે.

બીએચ-સિરિઝ રજિસ્ટ્રેશન ધરાવતા વાહનના કિસ્સામાં મોટર વ્હિકલ ટેક્સ ઈલેક્ટ્રોનિકલી વસૂલવામાં આવશે. આ સંદર્ભમાં નવો સેન્ટ્રલ મોટર વ્હિકલ (૨૧મો સુધારો) રુલ્સ, ૨૦૨૧ ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૧થી અમલમાં આવશે. બીએચ-સિરિઝ વાહન માટે રજિસ્ટ્રેશન માર્ક પોર્ટલ મારફત રેન્ડમલી જનરેટ થશે. હાલમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કર્યા પછી વ્યક્તિને વાહનની નવેસરથી નોંધણી કરાવવા માટે મહત્તમ ૧૨ મહિનાનો સમય અપાય છે. વધુમાં વાહનની પુનઃ નોંધણી માટે વાહન માલિકે બીજા રાજ્યમાં નવેસરથી નોંધણી કરાવવા માટે વર્તમાન રાજ્યમાંથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) પણ લેવું પડે છે.

Whatsapp Join Banner Guj