The lure of government jobs

Government job alert: સારા સમાચાર, GPSC અને અન્ય ભરતીઓ માટેની વય મર્યાદામાં અપાઈ 1 વર્ષની છૂટ

Government job alert: સરકારી નોકરીમાં વય મર્યાદાની છૂટ 1 સપ્ટેમ્બરથી 21 ઓગસ્ટ 2023 સુધીના પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં અપાઈ

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર: Government job alert: સરકારી નોકરી મેળવવા માટે દર વર્ષે લાખો-કરોડો યુવાઓ પરીક્ષા આપતા હોય છે. તેમાં પણ GPSC ની પરીક્ષા આપનારો યુવા વર્ગ મોટો છે. ત્યારે GPSC ની સરકારી નોકરી લેવા ઈચ્છતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GPSC અને અન્ય ભરતીઓ માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટ અપાઈ છે. સ્નાતક શૈક્ષણિક લાયકાતની જોગવાઈમાં ઉંમર 35ને બદલે 36 કરવામાં આવી છે. તો સ્નાતક કરતાં ઓછી લાયકાતની ઉંમકમાં 33ના બદલે 34 ની છૂટ આપવામા આવી છે. ત્યારે હવે સરકારી નોકરી મેળવવા માંગતા યુવાઓમાં વયમર્યાદા નહિ નડે. 

આ પણ વાંચોઃ Peacock feather at home: ઘરની આ દિશામાં રાખો મોરનાં પીંછા, તમામ પરેશાનીઓ રહેશે દૂર- વાંચો વિગત

સરકારી નોકરીમાં વય મર્યાદાની છૂટ 1 સપ્ટેમ્બરથી 21 ઓગસ્ટ 2023 સુધીના પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં અપાઈ છે. જોકે, તેમા કેટલાક નિયમો પણ મૂકવામાં આવ્યા છે. જે મુજબ, SC, ST, OBC, EWS કેટેગરીના ઉમેદવારને ઉંમરની છૂટછાટ નહિ મળે. SC, ST, OBC ઉમેદવારની વય મર્યાદા 45 યથાવત રખાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં સરકારી નોકરીઓની ભરતી અટવાઈ પડી હતી. પરીક્ષાઓ પણ લેવાઈ ન હતી. કોરોનામાં પરીક્ષા નહિ લેવાતા વયમર્યાદા એક વર્ષ વધારવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. 

આ પણ વાંચોઃ RBI Hike Repo Rate: તહેવારો પહેલા RBI ગવર્નર દાસે રેપો રેટ વધારાની જાહેરાત કરી, ચોથી વખત થયો વધારો

Gujarati banner 01