Banner naman

Hijab controversy: શાળા-કોલેજ જતી છોકરીઓની ભાવનાઓનો દુરુપયોગ

Hijab controversy: આજકાલ કર્ણાટકના હિજાબ વિવાદે ઉપાડો લીધો છે, ગત થોડા દિવસોમાં કર્ણાટકના કુંડાપુરા કોલેજની 28 મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને ક્લાસ અટેન્ડ કરતાં રોકવામાં આવી હતી. અહીં ઉડ્ડીપીમાં 6 મુસ્લિમ વિદ્યાર્થિનીએ હિજાબ પહેર્યો હોવાથી તેમને ક્લાસરૂમમાં બેસતા રોકવામાં આવી હતી. મુસ્લિમ છાત્રાઓને સ્કૂલ, કોલેજમાં હિજાબ કે બુરખા પહેરીને આવતા અટકાવવામાં આવ્યા હતા જેના સંદર્ભમાં વિવાદ ઉભો થયો છે. હકીકતમાં વિવાદ ઉભો થયો નથી પરંતુ કરવામાં આવી રહ્યો છે.

દરેક સ્કૂલકોલેજમાં ડ્રેસ કોડ હોય છે. યુનિફોર્મ હોય છે.

 શાળામાં યુનિફોર્મ શા માટે હોય છે ?

સ્કૂલમાં યુનિફોર્મ રાખવા પાછળ બે હેતુ હોય છે.

પહેલો સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીની વચ્ચે સમાનતાની ભાવના વિકસાવવા. શાળામાં ભણવા આવતા દરેક બાળકની આર્થિક, સામાજિક, ધાર્મિક સ્થિતિ એક સમાન હોતી નથી તેથી જો કોઈ વિદ્યાર્થી કે વિધાર્થીની મોંઘા ડ્રેસ પહેરીને શાળાએ આવે તો સામાન્ય ઘરની વિદ્યાર્થિનીને નાનમ લાગે, લગુતાગ્રંથી જાગે જે સરવાળે તેના માનસિક અને શૈક્ષણિક પ્રગતિમાં બાધા ઉત્પન્ન કરે. તે જ રીતે હિજાબ પહેરીને આવતી છોકરીઓ સામાન્યતાનો, સમાનતાનો સ્વાભાવિક સિદ્ધાંતનો છેદ ઉડાવે છે.

બીજો હેતુ હોય છે વિધાર્થી-વિદ્યાર્થિનીની સુરક્ષાનો, સાવચેતીનો. શાળાએ જતા આવતા બાળકો ક્યારેક અકસ્માતનો ભોગ બને છે અથવા તો ઓચિંતી કોઈ ઘટના ઘટે છે ત્યારે એ બાળક બાળકીના માતા પિતાને શોધવા કરતા યુનિફોર્મ હોય તો શાળાએ પહોંચવું  સરળ અને સહેલું થઇ પડે છે. જેથી સમય રહેતા માતા-પિતા કે તેના ગાર્ડિયનને સંદેશો આપી શકાય.

હિજાબ પહેરીને કે શાળાએ કે કોલેજ જતી છોકરીઓ પોતાની સ્વયંની સુરક્ષા અને સાવચેતીના સંદર્ભે પણ જોખમ ઉભું કરે છે.

Prohibition on religious attire

ભારતમાં દરેક વખતે બને છે એમ આ ઘટના પણ રાજકીય તેમજ કેટલાક તક સાધુઓની મેલી મનસા પાર પાડવાનો, આગ જોઈ રોટલો શેકી લેવાની વિકૃત માનસિકતાવાળાઓએ ગીધ વૃત્તિ દેખાડી દીધી છે. આ વિવાદે એટલું જોર પકડ્યું છે કે રાજ્ય સરકારે 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ આપવો પડ્યો છે તેમજ બેંગાલુરૂ પાસેની સ્કૂલ, કોલેજોની આસપાસ બે સપ્તાહ સુધી ધરણા પ્રદર્શનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે અને બેંગાલુરૂમા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

હકીકતમાં આ શાળા-કોલેજ જતી છોકરીઓની ભાવનાઓનો દુરુપયોગ છે અને તે માટે સૌથી વધારે દોશી જો કોઈ હોય તો છોકરીઓના પેરન્ટ્સ છે. તેમણે આવી રીતે તેમની દીકરીઓને રાજકીય, ધાર્મિક તકસાધુઓ હાથા બનવાથી રોકવી જોઈએ. સ્કૂલ કે કોલેજમાં મુક્ત પહેલા જ તેમણે જાણ હોય છે કે યુનિફોર્મ છે અને ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. ઘણી મુસ્લિમ મહિલાઓએ સ્કૂલ-કોલેજના પગલાંનું સમર્થન કર્યું છે જે સરાહનીય છે. દુનિયા આગળ વધી રહી છે ત્યારે દરેક ધર્મના કેટલાક ધર્મગુરુઓ પોતાના કોમ-સમાજને અઢારમી સદી તરફ ધકેલી રહ્યા છે. 

આ પણ વાંચોઃ IPL Auction: ઓક્શનર ચાલુ હરાજીએ સ્ટેજ પરથી ઢળી પડ્યાં, જુઓ વીડિયો

પ્રિયંકા ગાંધીએ તો બધાથી આગળ વધી, યુવતીઓને જાહેરમાં બિકીની પહેરવાની છૂટ હોવી જોઈએ તેવો આડકતરી રીતે સંદેશ આપ્યો છે. દુર્ભાગ્ય તો એ છે કે પિત્ઝા બર્ગર શોપ કે જાહેરમાં બિંદાસ ડ્રેસ પહેરીને ફરતી મહિલાઓ પણ કોલેજ-શાળામાં હિજાબનું સમર્થન કરી છોકરીઓને ભ્રમિત કરી રહી છે.

Gujarati banner 01