IPL action

IPL Auction: ઓક્શનર ચાલુ હરાજીએ સ્ટેજ પરથી ઢળી પડ્યાં, જુઓ વીડિયો

IPL Auction: જેના કારણે હરાજીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 ફેબ્રુઆરીઃIPL Auction: આઈપીએલ ઓક્શનર Hugh Edmeadesની તબિયત અચાનક ખરાબ થઈ જવાના કારણે તેઓ સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા. આ કારણે ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા અને પોતાના સ્થાન પર ઉભા થઈ ગયા હતા. હ્યૂજ એડમીડ્સ છેલ્લી 3 વખતથી આઈપીએલની ઓક્શન કરાવી રહ્યા છે.

બપોરે 12:00 કલાકે ઓક્શનની શરૂઆત થઈ હતી. બીજો સેટ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ તેઓ પડી ગયા હતા. આ કારણે હરાજીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આગળ હરાજી 3:30 કલાકે શરૂ કરવામાં આવશે. 

36 વર્ષની કારકિર્દીમાં તેમણે 2,700 જેટલી સફળ હરાજીઓ કરાવેલી છે. તેઓ આર્ટ પીસીઝ, વિન્ટેજ કાર્સ, ચેરિટી વગેરે માટેની હરાજીનું સંચાલન કરી ચુક્યા છે. 

આ પણ વાંચોઃ Rahul bajaj died: બજાજ ગ્રુપના ચેરપર્સન રાહુલ બજાજનું નિધન, 2001માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા

Gujarati banner 01