Devindra patel part 5

Popular actress Suraiya: તૂ મેરા ચાંદ મેં તેરી ચાંદની; વાંચો હિન્દી ફિલ્મ જગતની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી “સુરૈયા” વિશે

Popular actress Suraiya: સુરૈયા હવે રહ્યા નથી.

Popular actress Suraiya: ૭૫ વર્ષની ઉંમર પૂરી કરવામાં તેમને થોડુંક જ છેટું રહી ગયું.

Popular actress Suraiya: હિન્દી ફિલ્મજગત તેમના ઉત્કૃષ્ટ અભિનય, સુંદર સ્વર અને બેહદ લોકપ્રિયતા માટે હંમેશાં યાદ કરશે. આજે અમિતાભ બચ્ચનની જેટલી લોકપ્રિયતા છે એથી અથવા તો એ કરતાં યે વધુ લોકપ્રિયતા સુરૈયાની હતી. સુરૈયાને રોજ ૭ હજાર પત્રો પ્રશંસકો તરફથી મળતા હતા. સુરૈયાને જોવા માટે મુંબઈમાં તેમના ઘરની બહાર લોકો કલાકો સુધી બેસી રહેતા, સુરૈયા જ્યારે અભિનેત્રી હતાં ત્યારે તેમની ‘દાસ્તાન’ ફિલ્મ જોવા માટે એક્ટર ધર્મેન્દ્ર છ માઈલ ચાલીને થિયેટર પહોંચ્યા હતા.

સુરૈયા (Popular actress Suraiya) અને નૂરજહાં બેઉ લાહોરમાં જ જન્મ્યા હતાં અને એકબીજાના સમકાલીન હતાં. ૧૯૪૧માં ‘તાજમહલ’ ફિલ્મમાં બાલ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુરૈયાએ ૧૯૪૨માં પહેલી જ વાર ‘શારદા’ ફિલ્મ માટે ગાયુ હતું પરંતુ ફિલ્મ ‘અણમોલ ઘડી’માં ‘સોચા થા ક્યા ક્યા હો ગયા’, ‘પ્યારકી જીત’માં ‘તેરે નૈનોને ચોરી કિયા’, ‘બડી બહેન’માં ‘લીખનેવાલેને’, ‘મીરઝા ગાલિબ’માં ‘દિલે નાદાન તુઝે’ તથા ફિલ્મ ‘દિલ્લગી’માં ‘તુ મેરા ચાંદ મેં તેરી ચાંદની ગીતથી તેઓ આજે પણ મશહૂર છે.

સંગીતકાર નૌશાદ કહે છે, ‘સુરષા ૧૯૩૯માં પહેલી જ વાર મારી પાસે આવી ત્યારે કે અભિનેત્રી બનવા માંગતી હતી. પરંતુ મે તેને કહ્યું હતું કે કુદરતે તને મેલોડિયસ સ્વર બહ્યો છે તેથી તુ ગાયિકા બન. મેં જ સુરૈયાને ‘સૂરીલી’માં બદલી નાંખી હતી.

૪૦ના વર્ષમાં સુરૈયાની (Popular actress Suraiya) ‘બડી બહન’ ફિલ્મ રજૂ થઈ ત્યારે તેના પ્રિમિયર વખતે લોકોની ભીડને હટાવવા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટના બાદ સુરૈયાએ તેની ફિલ્મોના પ્રીમિયરમાં હાજરી આપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તેના ફેન્સ મુંબઈમાં મીડ્રાઇવ પર આવેલા તેના ‘ક્રિષ્ના મહલ’ એપાર્ટમેન્ટ આગળ જઈ કલાકોના કલાકો સુધી સુરૈયાના દીદાર માટે ઊભા રહેતા. એ કારણે સંખ્યાબંધ વખત ટ્રાફિક જામ થતો અને ટ્રાફિક પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવી પડતી.

એ વખતે તેના સમકાલીન કલાકારો પૈકી દેવ આનંદ પણ એક હતા. સુરૈયા અને દૈવ આનંદ વચ્ચેનો રોમાંસ એ વખતના અખબારો તથા મેગેઝિનો માટે ‘હોટ ફેવરીટ સ્ટોરી હતી. સાચી, અર્ધસત્ય અને અસત્ય એવી ઘણી વાતો છપાતી હતી. ખરી વાત તો એ હતી કે એ વખતે હોલીવુડમાં ગ્રેગરી પેક નામનો એક્ટર બેકદ લોકપ્રિય હતો. દેવઆનંદનો ચહેરો તથા આંખો પણ ગ્રેગરી પેકને મળતાં આવતાં હતાં. દેવ આનંદ પણ ઇન્ડિયાનો ગ્રેગરી પક ગણાતો હતો. ગ્રેગરી પકને મળવા સુરૈયા પણ ગઈ હતી. દેવ આનંદ અને સુરયા વચ્ચે પ્રેમસંબંધી હતા પરંતુ બંનેના ધર્મ અલગ હોઇ સુરૈયા દેવ આનંદને પરણી ના શકી એ વાત જાણીતી છે,

પરંતુ દેવ આનંદ શું કહે છે તે જુઓ. દેવ આનંદ કહે છે “હું ૧૯૪૮ની સાલમાં પહેલી જ વાર ફિલ્મ ‘જીત’ના સેટ પર મળ્યો હતો. એ વખતના સમયમાં તે બહુ જ મોટી સ્ટાર હતી. જ્યારે કે ફિલ્મોમાં સાવ નવો નવો જ હતો. અમારા બંનેનો પહેલો શોટ મને બરાબર થાદ છે. મારે પિયાનો વગાડવાનો હતો જયારે તેણે મારી પાસે નમીને ગીત ગાવાનું હતું. અમારો એ શોટ સરસ રીતે લેવાયો અને તે દિવસથી અમે બેઉ મિત્રો બની ગર્યા. ત્યાર પછીની સ્ટોરી જાણીતી છે. ઇતિહાસ બની ગઈ છે. તે ઇતિહાસ હોવા છતાં હવે એક દંતકથા પણ બની ગઈ છે. સુરૈયા સાથે મેં ખૂબ યાદગાર સમય અને મળો પસાર કરી છે. સુરૈયા મારા જીવનનું એક મહાન પ્રકરણછે “

દેવ આનંદ કહે છે : “સુરૈયા અત્યંત વાઇબ્રન્ટ સ્ત્રી હતી. તેની આંખો અત્યંત સુંદર અને સામાવાળી વ્યક્તિને પકડી રાખે તેવી હતી. તે એક સ્ટાર હતી પરંતુ તે એક માનવી છે તે વાત કે કદી ભૂલતી નહોતી. તે ગ્રેગરી પેકની પ્રશંસક હતી અને મને વારંવાર કહેતી કે હું ભેગરી પેક જેવો લાગું છું.”

Popular actress Suraiya

તેઓ કહે છે. “કોઈ એક સમય હતો જયારે અમે એકબીજાને ચાહતાં હતાં પરંતુ તેના પરિવારને અમારો સંબંધ મંજૂર નહોતો. તેણે મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને પાછળથી ફરી ગઈ હતી-તેવી વાતો ખોટી છે. એવું કશું જ નથી. હા, મેં એની સાથે લગ્ન કરવાની દરખાસ્ત મૂકી હતી પરંતુ તે મને પુષ્કળ ચાહતી હોવા છતાં તેણે હું ઇચ્છત હતો તેવો પ્રતિભાવ આપ્યો નહોતો, આપી શકી નહોતી. પ્રેમ હતો પરંતુ તેની પર અમ કરવા જેટલી નૈતિક હિંમત તેનામાં નહોતી. તે બિચારી કદીયે આ મામલામાં ‘બોલ્ડ’ બની શકી નહોતી. પ્રેમની અભિવ્યક્તિમાં પણ તે ખૂલીને બોલી શકતી નહોતી. અમારા બેઉન પ્રેમની અનુભૂતિ એક જુદા જ પ્રકારની હતી. મને એ વાતની જયારે ખાતરી થઈ કે તે મને ચાહે છે પરંતુ તે એમાં આગળ વધી કે બોલી શકે તેમ નથી ત્યારે મેં પણ એ દિશામાંથી મા પગલાં પાછાં વાળી લીધાં હતાં. હું એ વખતે થોડોક લાગણીશીલ અને દુઃખી થઈ ગયો હતો પરંતુ તમે જયારે યુવાન હોવ ત્યારે પ્રણયભંગ વખતે તે પ્રિયપાત્ર પ્રાપ્ત ના થાય તો તેવું બનતું જહોય છે.

ત્યાર પછી એ બધું ભુલાઈ ગયું હતું. એ બધાનો અંત આવી ગયો હતો. અમે એકબીજાએ આપેલી પાર્ટીમાં જતાં હતાં પરંતુ તે એકમાત્ર શિષ્ટાચાર જ હતો. દેવ આનંદ કહે છે: ‘‘સુરૈયા બીમાર છે અને હોસ્પિટલમાં છે તેની ખબર પડ્યા પછી

મે હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું, કારણ કે હું જો હૉસ્પિટલમાં ગયો હોત તો જૂની વાતોનું

બૂમરેંગ થાત. તેમાં અસલી વાત છુપાઈ જાત અને તાજો વિવાદ ખડો થાત. તેથી જવું

હોસ્પિટલમાં ના ગયો.”

એ વખતે એક વાત એવી પણ વહેતી થયેલી કે એ વખતના મુંબઈના મુખ્યમંત્રી મોરારજી દેસાઈએ દેવ આનંદને સુરૈયા એક મુસ્લિમ છોકરી હોઈ તેની સાથે લગ્નની વિચાર માંડી વાળવા સલાહ આપી હતી. શ્રી મોરારજી દેસાઈએ આ સલાહનાં કારણો આપતાં જણાવ્યું હતું કે, ‘‘દેવ આનંદ જો મુસ્લિમ યુવતીને પરણે તો એ વખતના માહોલ પ્રમાણે કોમી તોફાનો ફાટી નીકળવાની શક્યતા હતી.

સુરૈયા પર એની નાનીના સખ્ત મિજાજનો પહેરો અને પ્રભાવ હતા.

જોકે હાદસા બાદ દેવ આનંદે સમયાતરે કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધું પરંતુ સુરૈયાએ કદીયે શાદી ના કરી. રાજ કપૂર સાથેની

ત્યાર પછી ૧૯૫૨માં પણ સુરૈયાએ રાજ કપૂર સાથે કામ કર્યું. ‘દાસ્તાન’ ફિલ્મમાં ગવાયેલું “તારીરી.. યારા રી ” ગીત હીટ થયું.
૧૯૫૦ પછી સુરૈયાની કારકિર્દીમાં ઓટની શરૂઆત થઈ. “મીરઝા ગાલીબ’’માં તેણે ગાલીબની પ્રેમિકાનો રોલ કર્યો. તેમાં ‘‘ર્થ ના થી હમારી કિસ્મત” અને “દિલ નાદાન તુમ હુઆ ક્યા હૈ ?’’ ગીતો હીટ થયો. આ ફિલ્મે રાષ્ટ્રપતિના સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત કર્યાં. આ ફિલ્મ નિહાળ્યા પછી એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સુરૈયાને કહ્યું હતું : ‘તુમને મીરઝા ગાલીબ કી રૂહ કો જીન્દા કિયા હૈ “

એ પછી તે માત્ર થોડીક ફિલ્મોમાં અભિનેત્રી તરીકે આવી. એ એક નોંધપાત્ર હકીકત છે કે માત્ર ૩૦ વર્ષની વયે જ સુરૈયાએ ફિલ્મો છોડી દીધી. તેણે પોતાની મેળે જ ફિલ્મજગત છોડી દીધું. ત્યાર પછી તે મુંબઈના મરીન ડ્રાઇવ પર આવેલા આલીશાન એપાર્ટમેન્ટમાં અંગત અને એકલવાયું જીવન બસર કરવા લાગી. બહુ ઓછી પાર્ટીઓમાં જવાનું પસંદ કરતી. પાછલી ઉમરમાં વજન પણ થોડું વધ્યું હતું. ભાગ્યે જ ક્યાંક દેખાતી સુરૈયા દૈદીપ્યમાન લાગતાં. ફિલ્મો છોડી દીધાને ૨૦વર્ષ થયા છતાં સુરૈયાની યાદ બોલીવૂડ પર છવાયેલી રહી.

એ પણ એક નોંધનીય વાત છે કે સુરૈયાએ દિલીપકુમાર સાથે કદીયે કામ કર્યું નહીં. દેવ આનંદ સાથે એણે છ ફિલ્મોમાં કામ કર્યું હતું.

વિધિની વક્રતા પણ કેવી છે ? સુરૈયાના (Popular actress Suraiya)અંતિમ દિવસો તથા અંતિમયાત્રા વખતે એક્ટર ધર્મેન્દ્ર સિવાય સુરૈયાના ૧૯૪૦ કે ૧૯૫૦ના સમયના એક પણ કલાકાર હાજર નહતા. ધર્મેન્દ્ર તો સુરૈયાના સમકાલીન એક્ટર ના હોવા છતાં અંતિમયાત્રા વખતે આવ્યા હતા. ફિલ્મજગતની દંતકથા જેવી આવડી મોટી હસ્તીના અંત સમયે ફિલ્મજગતની બડી બડી હસ્તીઓ જ ના દેખાઈ, પરિવારના થોડાક સભ્યો અને થોડાક જ મિત્રો સુરૈયાના મૃતદેહને ચંદનવાડી પ્રસ્તાનમાં લઈ આવ્યા અને ત્યાં ભાવપૂર્વક થોડાક માણસોની હાજરીમાં જ દફનવિધિ થઈ.

સુરૈયા પાછલી ઉંમરમાં તન્હા હતાં, એક્લવાયાં હતાં. એકાકીપણું દુ:ખપૂર્ણ હતું. નૌશાદ કહે છે: “તન્હા ખુદસે બાત કર દિલકી હાલત દિલસે સૂનું જેવી હાલત સુરૈયાની હતી.”

વધુ પ્રકરણ 6 આગળ…..

આ પણ વાંચો…Hijab controversy: શાળા-કોલેજ જતી છોકરીઓની ભાવનાઓનો દુરુપયોગ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *