Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-12 (Sudhani jindagini safar part-12)

સુધાની જિંદગીની સફર ભાગ/ 12(Sudhani jindagini safar part-12)

Sudhani jindagini safar part-12: સુધા અને રીના બંને જણા ગામડે આવી ગયા હતા હવે તેમણે બધી સ્ત્રીઓને ફેશન ડિઝાઇનનો કોર્ષ કરાવીને તેમને નવી રીતે પોતાનો ધંધો શરૂ કરવો હતો. એમણે તરત જ બીજા દિવસ સવારે દરેક સ્ત્રીને બોલાવી અને કહયું કે; અમે તમને ઘરે બેઠા ફેશન ડિઝાઇન શીખવીશું, શીખી ગયા પછી અમે અમારી નવી કંપની અહીં શરૂ કરી રહ્યા છે. તમારે ત્યાં કામે આવવાનું છે કામના બદલામાં તમને પૂરેપૂરું વેતન મળશે. બધી સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ કારણ કે દરેકને પૈસાની જરૂર હોય છે.

એમને થયું કે આ મોંઘવારીના મારમાં એક વ્યક્તિની કમાણી પર ઘર પૂરું થતું નથી તમે સારું કામ કરી રહ્યા છો બેન. જો અમે પણ બે પૈસા કમાઈશું તો ઘરમાં આવક વધશે અને અમારું જીવન પણ ઉજળું થઈ જશે. બધી સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ અમુક સ્ત્રીઓ હતી જેમને ગમતું ન હતું. એમને થોડો વિરોધ પણ દર્શાવ્યો કે આ બધું અહીંયા ગામડામાં શોભે નહીં. એ લોકો જો આ રીતે નોકરી-ધંધો આવશે તો ઘરના કામ કોણ કરશે?

બધા કામ રખડી પડશે? ટાઈમ એ જમવાનું થશે નહીં અને અમારા જેવા ઘરડા લોકોની સેવા પણ પૂરી રીતે થશે નહીં. તમે બંને જણા આવીને આ ગામનું વાતાવરણ બગાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે અમુક સ્ત્રીઓએ કહ્યું કે; ના, રીનાબેન અને સુધાબેન આપણા માટે ફરીથી ગામમાં પાછા આવ્યા છે એમની ભાવના સારી છે પરંતુ હંમેશા સત્યનો જ જય થાય છે એવી રીતે ગામમાંથી બધા જ વધારે સપોર્ટ મળવાને કારણે સુધા અને રીના બંને જણને સફળતા મળી અને તેમણે એક ઘરના રૂમમાં શીખવા માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમણે એક એવું ગ્રુપ બનાવ્યું કે તેઓ પોતે પહેલા એમને શીખવી દે પછી તે  દરેકના ઘરે જઈને એમને શીખવે. જેથી દરેક સ્ત્રી જલ્દીથી શીખી જાય અને નવા ધંધાની શરૂઆત થઈ જાય.

સુધાને સમય જતાં સફળતા મળી ગઈ. રીનાએ બેંકમાંથી લોન લઇને પોતાની કંપની ગામમાં જ શરૂ કરી દીધી. સુધા અને રીના બંને જણા પોતાની ફેશન ડિઝાઇનમાં એટલા બધા આગળ વધી ગયા કે વિદેશમાંથી પણ તેમના કામ માટે ઓર્ડર આવવા લાગ્યા. તેમને ઓનલાઈન પોતાની ડિઝાઇનો મોકલવા લાગ્યા. જેથી તેમને ગામમાં કામ કરતી સ્ત્રીઓને વધુ ને વધુ કામ મળતું ગયું અને તેમની આવકમાં પણ વધારો થવા લાગ્યો. આવકમાં વધારો થવાને કારણે દરેક વાતો કરતા લોકોના મોઢા સિવાઇ ગયા અને તેમને ભાન થયું કે; ખરેખર જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે અને રીના અને સુધા ખરેખર ગામ માટે જ પાછા આવ્યા છે.

તેમને ગામની દરેક સ્ત્રીની જિંદગીની સ્થિતિ સુધારી છે. હવે તે લોકોને પણ પસ્તાવો થવા લાગ્યો અને આખરે સુધા અને રીનાએ દરેકને  માફ પણ કરી દીધા અને કહ્યું કે તમે પણ આવતીકાલે અમારી કંપનીમાં પાછા આવીને કામ ધંધો શરૂ કરી શકો છો. આપણે અહીં આપણા માટે જ કામ કરવાનું છે અને આપણે આપણી સફળતાની શિખર સર કરવા છે. અહીંયા શિક્ષણ વધુ નહીં થોડું ઘણું હોય તો પણ ચાલે એમ છે. ગૃહ ઉદ્યોગ એટલે એમાં તમારી આવડત જ ખૂબ જ જરૂરી છે. હવે દરેક સ્ત્રીની આવડત ખૂબ જ વધી ગઈ હતી. દરેક સ્ત્રી પોતાના ઘરમાં દરેક મહિને સાતથી આઠ હજાર જેટલું મહેનતાણું લાવતી હતી એટલે ઘરના લોકો પણ હવે તો ખુશ થઈ ગયા. હવે તે પણ આર્થિક રીતે સજ્જ થવા લાગ્યા.

સુધા અને રીના પણ હવે તો કંપની એટલી બધી આગળ વધી ગઇ હતી તે તેઓ ખૂબ જ ઉચ્ચ રીતે આર્થિક રીતે આગળ વધી ગયા હતા. હવે તેમને બંનેને વિદેશ સાથે ધંધો કરવામાં મુશ્કેલી નડે એમ નહોતી. કારણ કે તેઓ બધું જ કામ ઓનલાઈનથી કરતા હતા. ઓનલાઇન વર્કશોપ મિટિંગ પણ કરતા હતા. ધીમે ધીમે તેમને ખૂબ જ ફાવટ આવી ગઇ હતી અને દરેક ને ખુબ જ સરસ રીતે માલ સામાન પહોંચી જતો હતો. હવે સુધા અને રીના તેટલી આર્થિક રીતે સદ્ધર થઈ ગયા કે તેમણે પોતાના માટે સરસ મજાનો બંગલો પણ બનાવી દીધો. નોકર-ચાકર, ગાડી, બંગલો બધું જ વસાવી દીધું. તેઓ આર્થિક રીતે ખૂબ જ સુખી થઈ ગયા.

આ પણ વાંચો…Biggest banking fraud: દેશના ઈતિહાસનો સૌથી મોટો બેન્કિંગ ફ્રોડ, જાણો વિગત

એમની કંપનીની શાખાઓ પણ હવે શહેરમાં પણ એમને વિકસાવી લીધી. ગામડેથી  બધો જ માલ શહેરમાં મોકલવા અને શહેરમાંથી વિદેશમાં જવા લાગ્યો. હવે તો તેઓ ફક્ત દેખરેખ જ રાખતા અને એટલી બધી ફાવટ આવી ગઈ હતી કે તેમનો ક્યારે પણ પાછું વળીને જોઈ શકાય એટલો સમય પણ એમની પાસે રહ્યો ન હતો. તેઓ સફળતાના શિખરો સર કરતા જ રહ્યા અને તેમની નામના દેશના ગિનીઝ બુકમાં છપાઈ ગઈ અને તે છાપું  જ્યારે તુષારે વાંચ્યું ત્યારે તેને થયું કે ખરેખર સુધા આટલી બધી આગળ વધી ગઈ છે. એને મન માને એમ જ નહોતું કારણ કે એને જે સુધાને જોઈ હતી એ તો સામાન્ય હતી.

આજે એને થયું કે ખરેખર સુધા આટલી બધી આવડત હશે. એ તો એને પહેલી જ વખત જાણ્યું સુધાના સાસુ-સસરાને એમ લાગ્યું એને કહ્યું; ” બેટા “આપણે છૂટાછેડા આપ્યા નથી એની જે મિલકત છે એમાં અડધો ભાગ માંગી શકીએ. હકદાર પણ છીએ તેના બાળકો છે. તુષાર ને પણ હવે જાણે કે દાનત બગડી હોય એવું લાગ્યું એને થયું કે ખરેખર સુધા પાસે ઘણી બધી મિલકત છે. એની મિલકતમાં મને થોડો ભાગ આપશે તો મારું જીવન પણ સુધરશે. કારણ કે તુષારની જિંદગી બગડી ગઈ હતી તેની પાસે નોકરી પણ રહી હતી નહિ. કૃપા અને તેના બંને બાળકોની હાલત પણ કઈ સારી નહોતી.

સુધાએ તો પાછું વળીને ક્યારેય પણ તુષાર વિશે વિચાર્યું નહોતું. એના બાળકો એને યાદ આવતા હતા પરંતુ તે ક્યારેય પણ ત્યાં પાસે જવા વિચાર ન હતી કારણકે એને ત્યાં તિરસ્કાર એવી રીતે મળ્યો હતો કે તે ફરીથી ત્યાં જવા માંગતી નહોતી. એની નણંદ અંજલીને એને ફોન કર્યો હતો ત્યારે એને પણ કહ્યું હતું કે ભાભી હું ત્યાં પણ જતી નથી એટલે એને કોઈપણ વાવડ પણ મળ્યા ન હતા. અહીંયા તુષાર ના મમ્મી – પપ્પાને હવે તો સુધાની ઈર્ષ્યા થવા લાગી હતી અને સુધાના બંગલે પણ તેઓ જાતે આવીને જોઇ ગયા હતા. એમને થયું કે ખરેખર સુધા તો હવે મહારાણી બની ગઈ છે અને રાજ કરતી થઈ ગઈ છે.

એની પાસે તો નોકર-ચાકર, ગાડી, બંગલા છે. હવે જો આપણે એમાં ભાગ માંગીશું તો ચોક્કસ આપણા દીકરાને અડધો ભાગ મળશે જ એવી વાતો કરતા હતા. ત્યારે ત્યાંથી અંજલી પસાર થઈ અને એ સાંભળીને તરત જ બોલી કે ખરેખર તમને લોકો હજુ પણ એટલા સ્વાર્થી રહ્યા છો કે ભાભીનો પીછો છોડતા નથી. તમારો હવે કોઈ પણ અધિકાર રહ્યો નથી. કારણ કે ભાભી પાછા ક્યારે પણ ફરીને આવવાના નથી….

વધુ ભાગ /13 આગળ…..
પ્રજાપતિ ભાનુબેન બી “સરિતા”

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *