Banner naman

Politics: બળિયાના બે ભાગ – ગુજરાત અને પંજાબ

Politics: ‘નો રિપીટ’ થિયરી બે-ધારી તલવાર છે, જો પ્રયોગ સફળ રહ્યો તો ભાજપ જ નહિ, ભારતીય રાજકારણની દશા અને દિશા બદલી નાખશે.

Politics: ૨૦૨૨ નું વર્ષ રાજકીય રીતે ઘણું મહત્વપૂર્ણ રહેવાનું છે, સાત સાત રાજ્યોમાં ચૂંટણી થવાની છે, તેમાંય ત્રણ મહત્વના રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે જે ત્રણેય રાજ્યો વર્તમાન શાસકીય પક્ષો માટે પડકાર રૂપ છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી માટે તો પંજાબ કોંગ્રેસ માટે બહુ મોટી ચેલેન્જ સાબિત થશે. જો કે ગુજરાત ઈલેક્શનને હજી એક વર્ષ ઉપર સમય બાકી છે.


બંને ભાજપ અને કોંગ્રેસે આવનારી ચૂંટણી માટે પોતપોતાની રણનીતિ(Politics) અમલમાં મુકવાની શરુ કરી દીધી છે. ભાજપે એક વરસ પહેલા જ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી સાથે ‘નો રિપીટ’ થિયરીનો અમલ કરતા આખેઆખું પ્રધાનમંડળ જ નવું લાવી દીધું. આ એક જબરદસ્ત દાવ મોદી-શાહ-ભાજપે ખેલ્યો છે. ‘નો રિપીટ’ થિયરી બે-ધારી તલવાર છે, જો પ્રયોગ સફળ રહ્યો તો ભાજપ જ નહિ, ભારતીય રાજકારણની દશા અને દિશા બદલી નાખશે. સ્વાભાવિક રીતે જ આ હિમ્મત ભારતીય રાજનીતિમાં વિવિધ પહેલ કરનાર ભાજપે જ દાખવી છે.

આ પણ વાંચોઃ Canada lifts ban: સ્ટુડન્ટસ માટે આવ્યા રાહતના સમાચાર- ભારતથી આવતી ફ્લાઈટ્સ પરનો બેન કેનેડાએ હટાવ્યો, વાંચો વિગત

Advertisement

બીજો કોઈ પક્ષ આ વિચારી પણ શકે તેવી સ્થિતિમાં નથી. આને કારણે કાર્યકરોમાં ઉત્સાહ ઉપરાંત નવી જ ઉર્જાનો સંચાર થશે, વર્ષોથી બની બેઠેલા અને ચઢી બેઠેલા મંત્રીઓને એક ઝાટકે ઘરભેગા કરવા કાંઈ સહેલી વાત નથી. સામાન્યતઃ નવા મુખ્યમંત્રીને મદદરૂપ થાય એ માટે જુના મંત્રીઓને જાળવી રાખવામાં આવે છે જેથી નવો મુખ્યમંત્રી સરળતાથી કામ કરી શકે, જયારે અહીં તો બધા જ મંત્રી નવા, કોઈને મંત્રીપદનો અનુભવ નહિ. એટલે જ આ બેધારી તલવાર સાબિત થાય એમ છે. જો નવા મંત્રીઓ સફળ રહ્યા તો મોદી-શાહની વાહવાહ ને નિષ્ફળ રહ્યા તો ધમાધમ ચોક્કસ.

Gujarat and punjab


આમ જોવા જઈએ તો કાર્યક્ષમતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ નરેન્દ્ર મોદી જ છે, મોદી જયારે વિધિવત ગુજરાતના રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે એવા કેટલાય નેતાઓ હતા જેઓ મોદીથી સીનીઅર હતા જ, તેમ છતાં બધા વચ્ચે મોદીએ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.  ભાજપના ગુજરાતના પગલે કોંગ્રેસે પણ પંજાબમાં કેપ્ટ્ન અમરિન્દર સિંહને બદલવા મજબુર થવું પડ્યું. પંજાબના કોંગ્રેસી રાજકારણમાં, નવજોત સિંહ સિધ્ધુના કોંગ્રેસ પ્રવેશ સાથે જ ગજગ્રાહ શરુ થઇ ગયો હતો.

૨૦૧૭માં કોંગ્રેસી મોવડીમંડળની સહાય વગર એકલે હાથે સત્તા મેળવનાર કેપ્ટ્ન અમરિન્દર વિપક્ષ ભાજપ-અકાલીદળ (હવે બંને અલગ છે, જો ૨૦૧૭ પહેલા જ અલગ થયા હોત તો ભાજપના જીતવાના ચાન્સ ઘણા હોત) કરતા વધુ તો કોંગ્રેસી મોવડીમંડળને ખૂંચતા હતા. તેથી સિધ્ધુનો પ્રયોગ અને ઉપયોગ કેપ્ટ્નને નડવામાં અને નીચા દેખાડવામાં જ થતો રહ્યો. કેપ્ટ્ન કરતા સિધ્ધુ વધુ બળિયો પુરવાર થયો છે. પંજાબમાં વિપક્ષ કરતા વધુ સરકાર વિરોધી ટિપ્પણી કોંગ્રેસ માંથી જ થતી રહી છે. સરવાળે કોંગ્રેસ હાઈ-કમાન્ડે કેપ્ટ્નને મુખ્યમંત્રી પદે થી હટાવ્યા અને ચરણજીત ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવ્યા.

Advertisement

આ પણ વાંચોઃ Rakul preet singh plastic surgery: રકુલ પ્રીત સિંહે કરાવી પ્લાસ્ટિક સર્જરી, હવે સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ- જુઓ ફોટો


ગુજરાત અને પંજાબમાં અપનાવાયેલી આખી પ્રક્રિયા દરમ્યાન બે ફરક ઉડીને આંખે વળગે એવા છે. પહેલો ફરક રાજીનામાંનો છે, જે સહજતાથી, સરળતાથી વિજયભાઈ રૂપાણી ખુરશી પરથી ઉતારી ગયા એટલી સહજતા, સરળતાથી કેપ્ટ્ન ખુરશી છોડી શક્ય નથી. વિજયભાઈ રૂપાણીએ મોદી-શાહ સહીત મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો ત્યારે કેપ્ટ્ન અપમાનિત અવસ્થા અનુભવે છે. બીજો ફરક મંત્રીઓનો છે, નગણ્ય કચવાટ વગર મોટેભાગના મંત્રીઓએ સત્તા છોડી, નવા મંત્રીઓને આવકાર્યા છે. આ માટે દરેક પૂર્વ મંત્રીઓ અભિનંદનને પાત્ર છે જયારે પંજાબ કોંગ્રેસી રાજકારણ હવે કઈ તરફ મોડ લેશે તે નક્કી નથી.

એક તરફ સિધ્ધુની પાકિસ્તાનપ્રેમી ઇમેજ ઉભી કરવામાં કેપ્ટ્ન સફળ રહ્યા છે જેને કારણે જ સિધ્ધુને મુખ્યમંત્રી પદ હાલમાં મળ્યું નથી બીજી તરફ કોંગ્રેસ પાસે સ્વચ્છ નેતાઓનો દુકાળ એ હદે છે કે તેમણે ‘મી ટૂ’ વિવાદમાં ફસાઈ ચૂકેલા, સ્વીકારી ચૂકેલા અને માફી સુધ્ધાં માંગી ચૂકેલા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવા પદે છે.

Advertisement
Whatsapp Join Banner Guj
દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.