Naman munshi image 600x337 1

Salman khurshid book controversy: હિંદુ, હિન્દુત્વ અને હિંદુઇઝમ

Salman khurshid book controversy: સલમાન ખુર્શીદે હિંદુઓને ખતરનાક આતંકીઓ સાથે સરખાવ્યા છે ત્યારે કેટલા હિંદુ સંગઠનો, હિંદુ સંતો કે શંકરાચાર્યોએ વિરોધ કર્યો ? તમે ધર્મ સાથે છો ? સવાલ તો હિંદુ ધર્માચાર્યો અને હિંદુઓને નામે બનાવી બેઠેલા સંગઠનોને, હિંદુ હિતેચ્છુ તરીકે બની બેઠેલા પક્ષોને પણ પૂછાવો જોઇએ

Salman khurshid book controversy: કોંગ્રેસી નેતા સલમાન ખુર્શીદે બુકમાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકી સંગઠનો સાથે કરીને આડકતરી રીતે હિંદુઓને આતંકી કે આતંકવાદી ગણાવવામાં શરમ અનુભવી નથી. સ્વાભાવિક રીતે જ તેણે દેશની લઘુમતીમાં પ્રિય થવા, દેશની બહુમતીને અયોગ્ય રીતે આતંકી કહી નાખ્યા છે.

ટીવી ચર્ચાઓમાં તેના બચાવમાં બેહુદા તર્ક-વિતર્ક આપે છે કે હિંદુ અને હિંદુત્વ બંને અલગ છે, પાછા અમૂક તો હિંદુઇઝમ શબ્દ પ્રયોજે છે. કોંગ્રેસના બિનજાહેર અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ જ રાગ આલાપ્યો છે. આ નેતાઓ, વક્તા-પ્રવક્તાઓ હિંદુઓને બેવકૂફ સમજે છે. વળી પોતાને સવાયા હિંદુ, હિંદુ ધર્મના મહાન જાણકાર હોય એમ રજૂ કરે છે. કેટલાક તો હનુમાન ચાલીસ, રામચરિત માનસ કે ભગવદ્દ ગીતાના શ્લોક બોલવા માંડે છે. આ લોકો હિંદુઓને ભ્રમિત કરવા, છેતરવા અને સલમાન ખુર્શીદનો બચાવ કરવા કુતર્ક આપતા હોય છે.

હિંદુ અને હિંદુત્વ બંને એક જ છે. જેમ ‘સત’ થી સત્વ કે સત્ય, ‘પિતૃ’ થી પિતૃત્વ, ‘માતૃ’ થી માતૃત્વ; એમ જ ‘હિંદુ’ થી જ હિંદુત્વ. ‘હિંદુથી જ હિંદુત્વ જન્મે છે’. હિંદુ નથી તો હિંદુત્વ પણ નથી. ‘માતૃ’ વ્યક્તિગત છે, માતૃત્વ સામુહિક કે સામુદાયિક છે, તેમ જ હિંદુઓની સામુદાયિક ભાવના, લાગણી, લાક્ષણિક અભિવ્યકિત અને ઓળખ હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ રાજકીય વિચારધારાની ટેગલાઈન નથી. એ તો કરોડો લોકોની આશ્થા છે.

Salman khurshid book controversy

સલમાન ખુર્શીદની અનુચિત ટિપ્પણીનો વિરોધ દરેક રાજકીય પક્ષના હિંદુઓએ, પક્ષના કાર્યકર તરીકે નહિ પરંતુ હિંદુ હોવાને નાતે યોગ્ય ભાષામાં કરવો જ જોઈએ. તમારા જ પક્ષના નેતા, આરએસએસ, ભાજપ કે મોદીનો વિરોધ કરવાને નામે, તમને આતંકી સાથે સરખાવે તો પણ ચૂપ રહેવું એ તમારા પોતાના આત્માને છેતરવા સમાન છે, જરૂરી નથી કે તમે જાહેરમાં વિરોધ કરો. પક્ષમાં રહીને પણ તમે તમારો સંદેશ પહોંચાડી શકો છો.    

રાજકીય પક્ષોના હિંદુ વક્તા, પ્રવક્તા, નેતાઓ, મહાનુભાવો, ટીવી ચર્ચા દરમ્યાન પંદર-વીસ શ્લોકો તડતડ બોલી દર્શકોની આંખમાં ભ્રમની ધૂળ નાખનારાઓ, આવા વાહિયાત તર્ક આપી, સત્યથી પલાયન કરે છે. આ લોકો પોતાના બાળકોને પણ આવા સંસ્કાર આપતા હશે. હિંદુઓને, હિંદુ ધર્મને સૌથી મોટુ જોખમ અને જખમ આવા જ લોકો આપે છે.

આ પણ વાંચોઃ Cruise Drug Case: આર્યન ખાનના જામીન સંબંધિત વિગતવાર આદેશ આવ્યો સામે, જાણો કોર્ટે કહ્યું શું કહ્યું આ મામલે?

બીજી એક મહત્વની વાત જે લોકો સનાતન ધર્મને હિંદુ ધર્મથી જુદો દર્શાવે છે, દર્શાવવાની કોશિશ કરે છે તેઓ પણ ચૂકે જ છે. રામ, કૃષ્ણ, મહાદેવ, લક્ષ્મી, અંબા, અન્ય દેવીદેવતા કે વેદ-પુરાણની ઉત્પત્તિ સનાતન ધર્મની ધરોહર છે અને માનનાર, પૂજનાર ફક્તને ફક્ત હિંદુ છે. સનાતન એ જ હિંદુ.

હિંદુમા દલિત વાણિયા બધા જ આવે, એ સમજ આપવાની જરૂર છે જે કાર્ય સંતો, મહાત્મા તેમજ શંકરાચાર્યોએ તાકીદે કરવું જોઇએ. જે ધર્મના લોકોએ તમને પદવી આપી છે, માન-સન્માન-મહત્તા આપી છે એ ધર્મ અને ધર્મના લોકોની આશ્થા બચાવવાનો સમય છે. મઠો, આશ્રમો, મંદિરોમાં બેસી જલસા બહુ કર્યા. હવે તમારી જરૂર ધર્મને છે. ના, રસ્તા પર ઉતરી ધમાલ કરવાની નથી. વિરોધ નોંધાવવા કાયદો હાથમાં લેવાની પણ જરૂર નથી.   

સલમાન ખુર્શીદે હિંદુઓને ખતરનાક આતંકીઓ સાથે સરખાવ્યા છે ત્યારે કેટલા હિંદુ સંગઠનો, હિંદુ સંતો કે શંકરાચાર્યોએ વિરોધ કર્યો ? તમે ધર્મ સાથે છો ? સવાલ તો હિંદુ ધર્માચાર્યો અને હિંદુઓને નામે બનાવી બેઠેલા સંગઠનોને, હિંદુ હિતેચ્છુ તરીકે બની બેઠેલા પક્ષોને પણ પૂછાવો જોઇએ.

Whatsapp Join Banner Guj