IMG 20211120 WA0018

Spirit 2021 : જીટીયુ દ્વારા ખેલ મહોત્સવનો શુભારંભ, જુદી-જુદી 30 રમતોમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

Spirit 2021: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહ્યું છે.  સ્પીરીટ -2021 યુવા રમતવીરોની પ્રતિભાને તક આપીને યોગ્ય સ્તર પૂરું પાડશે.- પ્રો. ડૉ. નવીન શેઠ, જીટીયુ કુલપતિ

અમદાવાદ, 21 નવેમ્બરઃSpirit 2021: રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું બહુમાન મેળનાર ગુજરાત ટેક્નોલોજીકલ  યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ન માત્ર ટેક્નિકલ શિક્ષણ પરંતુ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક અને ખેલકૂલ ક્ષેત્રે પણ આગળ વધે તે માટે, સમયાંતરે અનેક નીતનવા કાર્યક્રમ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.  તાજેતરમાં જ જીટીયુ દ્વારા સ્પીરીટ -2021 ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ  કાર્યરત રહ્યું છે. સ્પીરીટ-2021 યુવા રમતવીરોની પ્રતિભાને તક આપીને યોગ્ય સ્તર પૂરૂં પાડશે.

રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે, તાજેતરમાં સ્પીરીટ-2021 અંતર્ગત રાજકોટ ખાતે યોજાયેલ રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અર્જુનસિહ રાણા અને જીટીયુના બીઓજી મેમ્બર ડૉ. નેહલ શુક્લાએ પણ હાજરી આપી હતી.  જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે  સફળ આયોજન માટે જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને શુભકામના પાઠવી હતી.   

કોરોનાની મહામારી પછી જનજીવન સામાન્ય થઈ રહ્યું છે ત્યારે , પેન્ડામીક પછી પ્રથમ વખત જીટીયુ આયોજીત ખેલ મહોત્સવમાં આંતર ઝોન અને આંતર કૉલેજ કક્ષાએ જુદી-જુદી 30 રમતોમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે પ્રેરાયા છે. કોવીડ-19ની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરીને પ્રથમ તબક્કામાં જીટીયુ દ્વારા 5 ઝોનમાં ચેસ અને બેડમિન્ટનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંતર ઝોન ચેસની સ્પર્ધામાં SCET સુરતની ટીમ અને બેડમિન્ટનમાં SVIT વાસદની ટીમ વિજેતા જાહેર થઇ હતી.

જ્યારે આંતર ઝોનલ લોન ટેનિસ સ્પર્ધામાં SVIT વાસદની ટીમ વિજેતા રહી હતી. હોકી , કબ્બડ્ડી , રાયફલ શૂટિંગ , યોગાસન, કરાટે, આર્ચરી જેવી વિવિધ 30 રમતોનો ખેલ મહોત્સવ  આગામી 3 ડિસેમ્બર સુધી ચાલશે. આંતર ઝોન અને ઝોન કક્ષાએ વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ જીટીયુ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ પણ વાંચોઃ Salman khurshid book controversy: હિંદુ, હિન્દુત્વ અને હિંદુઇઝમ

Whatsapp Join Banner Guj