The lure of government jobs

The lure of government jobs: સરકારી નોકરીની લ્હાય કેટલી યોગ્ય…વાડામાં બંધાવવાની ઘેલછા કેટલી યોગ્ય…

The lure of government jobs: હજાર જેટલી ખાલી જગ્યા અને લાખો ઉમેદવારો.. લાખો પરીક્ષાર્થીઓનો પરીક્ષા માટેનો પરિશ્રમ.. આ બધા વચ્ચે જો પરીક્ષા પર કોઇ આફત આવી પડી તો બાપ રે બાપ…
આક્ષેપબાજી, રોષ-આક્રોષ અને સાથે જ રાજનિતી, બધુ જ સપાટી પર દેખાવા લાગે.. ચર્ચા ચાલે કે, બેરોજગારીનો આંકડો તો જુઓ.. પણ હુ કહુ છુ કે આત્મનિર્ભરતાનો અભાવ તો જુઓ.. લાખો માંથી ખરેખર કેટલા એવા લોકો હશે જે પોતે કંઇ કરી છુટવાની નેમ સાથે સરકારી નોકરીનુ સપનુ જોતા હશે..

દુર્ભાગ્યની વાત છે કે, સરકારી નોકરી મેળવી સિસ્ટમમાં જાતે આવે સિસ્ટમને સુચારુ કરવાની ભાવના સાથે ખુબ જૂજ ઉમેદવારો હોય છે.. સરકારી નોકરી એટલે મલાઇવાળી નોકરી, એવુ માનવાની આ આપણી હલકી માનસિકતાનુ આ પરિણામ છે કે લોકો સરકારી નોકરીની પાછળ પડ્યા છે..
એ સમજી શકાય કે, પરીક્ષા રદ થાય, કે પરીક્ષામાં નિષ્ફળ થવાઇ, કે પછી બે ચાર માર્ક માટે રહી ગયા તો નિરાશાની ગર્તામાં ધકેલાઇ જવાય. પણ મહેનત પર પાણી ફરી વળ્યુ એવુ કહેનાર ક્યારે એવો સવાલ જાતને કરશે કે, શું તે મહેનત ફક્ત સરકારી નોકરી મેળવવા માટે જ કરી શકે છે?

સરકારી નોકરીની લ્હાય એટલી છે કે પ્રાઇવેટમાં 30 હજાર કમાતો વ્યક્તિ પણ 10 હજારની સરકારી નોકરી માટેની દોડમાં ઉભો હોય છે.. શા માટે, જો એવુ પુછો તો જવાબ આવે નોકરીની સુરક્ષા.. પણ આ કેવી સુરક્ષા.. જે તમને આકાશમાં ઉડતા રોકે છે..

Advertisement

એક વાર્તા અહીં કહુ છુ, કદાચ મારી વાત એ વાર્તાના સારથી સમજાશે..

વાર્તા સાચી ઘટના પર આધારિત છે.

એક વ્યક્તિ જે એક પ્રખ્યાત કંપની, માઇક્રોસોફ્ટમાં ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યો. કેટકેટલી નિરાશા પછી પોતાના પરિવારના નિભાવ માટે તેણે માઇક્રોસોફ્ટમાં કામવાળા તરીકેની નોકરી માટે ઇન્ટર્વ્યુ આપ્યો હતો.. નસીબ જોગે તે સિલેક્ટ પણ થયો.. પણ પછી વિધીએ પોતાનુ કથન બદલ્યુ.. સિલેક્ટ થયા બાદ જ્યારે HR મેનેજરે તેને કહ્યુ કે તે સિલેક્ટ થઇ ગયો છે. બસ તેનો ઇમેઇલ આઇ ડી આપે. જેથી કંપની તરફથી અપોઇન્ટમેન્ટ લેટર મોકલીને રિક્રુટમેન્ટ ફાઇનલ કરી શકાય. અને આગળની પ્રક્રિયા કરી શકાય.. આ વાતથી ઇન્ટર્વ્યુ આપનાર એટલો ક્ષોભમાં મુકાયો. કારણ કે તેની આર્થિક હાલત એવી હતી કે કોમ્પ્યુટર તેની પાસે હતુ નહીં. એવામાં ઇમેઇલ આઇડી તો કેવી રીતે લાવવુ… તેણે જે હકીકત હતી તે HR મેનેજરને કહી.. તેની વાત સાંભળીને HR મેનેજરે કહ્યુ કે, તારો ઇમેઇલ આડી નથી!. ઇમેઇલ આઇ ડી નથી મતલબ તુ નથી.. અને જે છે જ નહીં એને નોકરી કેવી રીતે આપવી… !!!!

Advertisement

પેલા વ્યક્તિના માથે તો ગાજ પડી.. સિલેક્શન અને રીજેક્શનની આ ઘટમાળમાં સૌથી મોટો સવાલ તો હવે શું?, એ હતો.. એની પાસે માત્ર 10 ડોલર જ હતા. જેનાથી એ બે-ચાર દિવસ માટે તો તેના પરિવારનુ પેટ ભરી શકે પણ પછી શું.. તેને એક વિચાર આવ્યો અને એ વિચારને તેણે અમલમાં મુક્યો.. વિચાર હતો ટામેટા વેચવાનો.. 10 ડોલરના ટામેટા ખરીદીને તેણે એ ટામેટા વેચ્યા. એને 100 ટકા નફો મળ્યો.. આ નફો એ આશાની કિરણ હતી જેના તેજના સથવારે એ વ્યક્તિએ સમયની સફર ખેડી અને વર્ષોના સંઘર્ષ બાદ તે અમેરિકાનો એક પ્રખ્યાત ફુડ ફ્રેંચાઇઝીનો માલિક બન્યો..

આ પણ વાંચોઃ Execution of a citizen of Indian origin: માનસિક રીતે બિમાર ભારતીય મૂળના મલેશિયાઈ નાગરિકને ફાંસી- વાંચો શું હતો ગુનો?

વાર્તા હજુ બાકી છે..

Advertisement

સફળતાના મુકામે તેણે પોતાના પિરવારની સુરક્ષા માટે ઇન્સ્યોરન્સ લેવાનુ વિચાર્યુ.. ઇન્સ્યોરન્સ એજન્ટ સાથે તમામ વાતચીત કરી.. આખરે જ્યારે બધી પોલીસી નક્કી થઇ ત્યારે એજંટે એ વ્યક્તિ પાસે ઇમેલ આઇડી માંગ્યો જેથી તે પોલીસીની સોફ્ટ કોપી અને બીજી ડીટેઇલ મોકલી શકે.. આ ક્ષણે એ વ્યક્તિ એ એ જ જવાબ એજંટને આપ્યો જે વર્ષો પહેલા માઇક્રોસોફ્ટ કંપનીના HR મેનેજરને આપ્યો હતો.. ઇમેઇલ આઇડી ન હોવા પર એજંટ તો જાણે અવાચક બની ગયો.. અને આશ્ચર્યમાં તેણે કહ્યુ કે સર જ્યારે ઇમેઇલ આઇ ડી નથી ત્યારે તમે અહીં છો.. તો જો ઇમેઇલ આઇ ડી હોત તો તમે ક્યાં હોત… આ સવાલના જવાબમાં થોડી વાર મૌન રહી વિચારીને એ વ્યક્તિએ જવાબ આપ્યો.. કે જો ઇમેઇલ આઇ ડી હોત તો હુ માઇક્રોસોફ્ટમાં પ્યૂન હોત..

સાર શું છે એ કહેવાની હવે જરૂર નહીં હોય. પણ છતાં કેટલીક વાત કહેવી રહી..

વાડાની અંદર રહેવુ ખોટુ નથી. પણ બહાર જવા અને આગળ વધવા સક્ષમ હોવા છતાં વાડામાં બંધાઇને રહેવુ ખોટુ છે. મર્યાદા પણ માપની જ હોવી જોઇએ.. ક્યારેક આપણે જાતે જ આપણી પાંખો કાપી નાખીએ છીએ. અને આપણી ક્ષમતાઓને ઉભરવા પણ નથી દેતા.. પણ એવુ નહીં કરવાથી નુકસાન માત્ર આપણુ નહીં સમાજનુ થાય છે.. વિચારી જોજો..ગાંધીજી અને સરદાર સાહેબે વકિલાત ન છોડી હોત તો આપણો દેશ આઝાદ ન થયો હોત.. રાઇટ બ્રધર્સે પણ સાયકલની દુકાનમાં કામ કરતાં કરતાં ઉડવાના સપના જોયા ત્યારે દુનિયાને વિમાનની ભેટ મળી. શંકર મહાદેવને એન્જીનીયરીંગની ફીલ્ડ પકડી રાખી હોત તો આટલો પ્રસન્ન સંગીતનો ખજાનો કેવી રીતે આપણને મળ્યો હોત..

Advertisement

સો વાતની એક વાત.. કોઇ ઉડાવે તો જ ઉડવુ કે પછી જાતે પાંખો ફેલાવીને ઉડવુ.. નક્કી તમારે કરવાનુ છે કારણ કે નિર્બળ મનના માનવીને રસ્તો જડતો નથી, અને
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

ગુણ કયા કેળવવા એ તો આપણી પસંદ છે..

આ પણ વાંચોઃ PM meeting with the Chief Ministers of the states: PM મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરેલી બેઠકમાં રસીકરણ, મોંઘવારી જેવા મુદ્દે કરી ચર્ચા- વાંચો વિગત

Advertisement
Gujarati banner 01