CM Bhupendra Patel

Dedication of various projects: કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર શહેર અને ગુડાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • એકજ દિવસમા એક સાથે રૂપિયા 279 કરોડથી વધુના વિકાસ કામોની ગાંધીનગર ને ભેટ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી
  • સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ
  • શહેરીકરણ, આપત્તિ-ચેલેન્જ નહી અવસર-તક બનાવવાની સિદ્ધિ ગુજરાતેપ્રધાનમંત્રી-ગૃહમંત્રીના દિશાદર્શનમાં મેળવી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠ વર્ષના શાસન દરમિયાન સર્વસ્પર્શી અને સર્વ સમાવેશક વિકાસ કર્યો છે
  • અગાઉની સરકારોએ ‘ગરીબી હટાવો ‘ના માત્ર નારા આપ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોજનાઓના લાભો લોકોના ઘર સુધી પહોંચાડીને સાચા અર્થમાં ગરીબી હટાવી ગરીબોનું સશકતિકરણ કર્યું
  • હરેક ક્ષેત્ર– હરેક નાગરિક- હરેક વિસ્તારને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના હોલિસ્ટિક ડેવલપમેન્ટની દિશા ગુજરાતે લીધી છે
  • નગરો-મહાનગરોના સર્વગ્રાહી વિકાસ માટે શહેરી વિકાસમાં ૧૪ હજાર કરોડથી વધુનું બજેટ ફાળવ્યુ છે
  • જ્યા માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે લોકહિત કામોના અથાક પરિશ્રમની કાર્યસંસ્કૃતિ વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસાવી છે
  • ગાંધીનગર મહાનગરપાલિકાના નવા ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા તથા ગટરના પાણીના શુદ્ધિકરણ અને નિકાલ કરવાના અંદાજીત રૂપિયા ૧૯૩ કરોડના ૧૫ કામોનું ખાતમુહૂર્ત : રૂ.૮૫.૯૯ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ

ગાંધીનગર, 12 જૂનઃ Dedication of various projects: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે એવી શાસન પદ્ધતિ ઊભી કરી છે કે, નાગરિકોએ માંગણી માટે સરકાર પાસે આવવું ન પડે, સરકાર જ સામેથી યોજનાઓ લઈને નાગરિકો સુધી પહોંચે. સરકાર અને સમાજનું સામંજસ્ય જ આદર્શ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે અને લગભગ તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે ત્યારે ગાંધીનગરના તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શરૂ થઈ રહ્યા છે એમ જણાવીને અમિતભાઈ શાહે કહ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોને પોતાના પ્રશ્નો માટે કચેરીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ ત્રણ દિવસમા આવી જશે. સંગઠનની ક્ષમતાના આધારે નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સરકારની યોજનાઓ સંગઠનના લોકો સમાજ સુધી લઇ જાય છે અને સમાજની સમસ્યાઓને સંગઠનના લોકો સરકાર સુધી પહોંચાડે છે.

અમિતભાઈ શાહે કહ્યુ હતુ કે, અગાઉની સરકારોએ ‘ગરીબી હટાવો’ના માત્ર નારા આપ્યા, પરંતુ ગરીબી હટી નથી શકી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠ વર્ષમાં દરેકના ઘર સુધી અનેક સરકારી યોજનાઓના લાભો પહોંચાડ્યા છે. ગેસનો ચૂલો ઘરે ઘરે પહોંચ્યો છે. ગરીબો અને જરૂરીયાતમંદ નાગરિકોના બેંકના ખાતાઓ ખુલ્યા છે, વીજળીકરણ, શૌચાલય પછી હવે હર ઘર પીવાનું પાણી પહોંચી રહ્યું છે. સમગ્ર ભારતમાં ૬૦ કરોડ જેટલા લોકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. આવી અનેક યોજનાઓના લાભો લોકો સુધી પહોંચ્યા છે

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વસ્પર્શી વિકાસ અને સર્વ સમાવેશક વિકાસ કર્યો છે. ગામ હોય, શહેર હોય કે વન વિસ્તારમાં રહેતા ગ્રામીણ નાગરિકો, મહાનગરપાલિકા હોય કે મ્યુનિસિપાલિટી હોય સૌને સમાન સુવિધાઓ પહોંચી છે. પ્રધાનમંત્રીના વિકાસના આ ગુજરાત મોડેલની દેશભરમાં ચર્ચા થઈ અને એટલે જ સમગ્ર દેશવાસીઓએ દેશનું શાસન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સોંપ્યું.

આ પણ વાંચોઃ Stadium name controversy: પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત


ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એલઆઈજી અને એમઆઈજી યોજનાઓના ૧૩૪ આવાસોના ડ્રો મા ઘરનું ઘર મેળવનારા નાગરિકોને તેમણે અભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું હતું કે, આ ઘરમાં વસવાટ દરમિયાન તમારા તમામ સંકટો સમાપ્ત થઈ જાય અને સૌ સુખી રહો એવી અમારી શુભકામનાઓ છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર સંસદીય મતક્ષેત્રને રૂ. ૧૯૩.૧ર કરોડના ખાતમૂહર્ત તથા રૂ. ૮પ.૮૯ કરોડના લોકાર્પણ મળી એક જ દિવસમાં ર૭૯ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી તેમજ ગુડા દ્વારા રૂ. ૧૩.૧૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૩૪ આવાસોની ફાળવણી ડ્રો દ્વારા કરી હતી. ગાંધીનગર મહાનગર પાલિકામાં નવા સમાવાયેલા સુઘડ, ભાટ, કોટેશ્વર, અમિયાપૂર, ખોરજ અને ઝૂંડાલમાં ડ્રેનેજ વ્યવસ્થા, વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સ્યુએઝ નેટવર્કના કુલ રૂ. ૧૯૩.૧ર કરોડના કામોના ખાતમૂહર્ત કરવામા આવ્યા છે

કેન્દ્રીય સહકારિતા અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને દેશનો શ્રેષ્ઠ સંસદીય મતવિસ્તાર બનાવવાની નેમ સાથે કહ્યુ હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાત વિધાનસભા ક્ષેત્રોમાં વિવિધ વિકાસ કામો નાગરિકોની સેવાઓ માટે ખુલ્લા મૂકયા છે. જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં રૂપિયા ૧૯૮૪ કરોડના કામો, નારણપુરા વિસ્તારમાં રૂપિયા ૧,૩૦૦ કરોડના, વેજલપુર વિસ્તારમાં રૂપિયા ૫૬૧ કરોડના, સાબરમતી વિસ્તારમાં રૂ.૬૩૪, સાણંદમાં રૂપિયા ૭૮૮ કરોડના, કલોલમાં રૂપિયા ૪૯૩ કરોડના તથા ગાંધીનગર ઉત્તરમાં રૂ. ૨,૮૫૭ કરોડના વિવિધ વિકાસકામોના લાભો નાગરિકોને પહોચાડવા બદલ તેમણે ટીમ ગુજરાત ને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરીકરણને આપત્તિ- ચેલેન્જ નહિ, અવસર-તકમાં પલટાવ્યુ છે. ૪૮ ટકા શહેરીકરણ ધરાવતુ ગુજરાત શહેરી સુખાકારીમાં પણ અગ્રેસર છે. આદિવાસી ક્ષેત્ર, ખેતી, અવકાશ ક્ષેત્ર સહિત નાગરિકોના તમામ વર્ગ, વિકાસના હરેક ક્ષેત્રને ધ્યાને રાખી ગુજરાતે હોલિસ્ટિક ડેવલપમેન્ટની દિશા લીધી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યુ કે ઇઝ ઓફ લીવીંગ માટે સૌને આવાસ, પાણી, વિજળી, ડ્રેનેજ, ઓનલાઇન ટેક્ષ પેમેન્ટ જેવી માળખાકીય સુવિધા પ્રધાનમંત્રીના દિશા દર્શનમાં ગુજરાતે પૂરુ પાડી છે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે આજ પરંપરા આગળ ધપાવતાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે છેલ્લા ત્રણ વર્ષમાં પોતાના સંસદીય મતક્ષેત્રમાં ૮,૬૦૦ કરોડથી વધુ રકમના વિકાસ કામોની ભેટ આપી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકાસની મુખ્યધારાથી કોઇ વંચિત ન રહી જાય તેવી પ્રતિબદ્ધતા સાથે લોકહિત કામોના અથાગ પરિશ્રમની કાર્યપદ્ધતિ નરેન્દ્રભાઈ અને અમિત ભાઈના નેતૃત્વમાં વિકસાવી છે.

રાજ્યના શહેરો-નગરોના અને સમગ્ર શહેરી વિકાસ ક્ષેત્રોના સર્વાંગી વિકાસ માટે ૧૪,૨૯૭ કરોડ રૂપિયાનું બજેટ શહેરી વિકાસ વિભાગ માટે ફાળવ્યુ છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.


ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ કહ્યું કે, ગાંધીનગરના નાગરિકોની સુવિધા સાથે સુખાકારી વધે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં આજે ભારતે વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી છે. સુદ્રઢ આયોજન અને શાસન થકી ગુજરાતે છેલ્લા બે દાયકામાં જળસંચય અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નેત્રાદિપક જેવી કામગીરી કરી છે. જેમાં ગાંધીનગરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા અને ગટરના પાણીના શુદ્ધિકરણ બાદ નિકાલ કરવાના ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહેલ કામો વધારો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Crowds at Juhapura in protest of Nupur Sharma: નૂપુર શર્માના મામલે થયેલા વિરોધ બાદ અમદાવાદ જુહાપુરામાં ટોળું એકત્રિત થતા પોલીસે ટોળાને વિખેર્યું

ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, ગાંધીનગર મહાનગપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધા વધે તે હેતુ રૂ. ૧૯૩ કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૮૫ કરોડથી વધુના લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા ગ્રામ્ય વિસ્તાર, ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, કોટેશ્વર, ભાટ, નભોઈ તથા તેને સંલગ્ન ટી.પી. વિસ્તારમાં નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવા તથા ગટરના પાણીનું વૈજ્ઞાનિક ઢબે શુદ્ધિકરણ કરી અને તેનો નિકાલ કરવાના અંદાજિત રૂ।. ૧૯૩ કરોડના ૧૫ જેટલા કામો, ગાંધીનગર શહેરમાં સેકટર-૫, સેકટર-૧૬ તથા સેકટર-૨૩માં નવીનીકરણ થયેલ બગીચાઓ, ગુડા ભવન, કુડાસણ ખાતે એમ.આઈ.જી-૧ રહેણાંક આવાસો, અડાલજ ખાતે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ઈએસઆર અને પાઈપલાઈન નેટવર્ક અને વાવોલ બાયપાસ આર.સી.સી. રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુડાસણ, ચિલોડા, રાયસણ અને અડાલજ ખાતેના એમ.આઈ.જી.-૧ અને એલ.આઈ.જી.-૧ ના ૧૩૪ આવાસોનો ડ્રો પણ કરાયો હતો.

આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઇ પટેલ, કલેકટર કુલદીપ આર્ય સહિત ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિક કલેક્ટર શ્રીમતી ભાવના બારડે આભાર વિધિ કરી હતી.

આ પણ વાંચોઃ Marilyn Monroe: ૫૦ વર્ષ પછી પણ લોકો એને ભૂલતા નથી તેવી મેરિલિન મનરો

Gujarati banner 01