Crowds at Juhapura in protest of Nupur Sharma

Crowds at Juhapura in protest of Nupur Sharma: નૂપુર શર્માના મામલે થયેલા વિરોધ બાદ અમદાવાદ જુહાપુરામાં ટોળું એકત્રિત થતા પોલીસે ટોળાને વિખેર્યું

Crowds at Juhapura in protest of Nupur Sharma: જુહાપુરા વિસ્તારમાં નૂપુર શર્માના વિવાદિત નિવેદન ને કારણે ટોળું એકત્રિત થયું હતું.

અમદાવાદ, 12 જૂનઃ Crowds at Juhapura in protest of Nupur Sharma: નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ જે દેશભરમાં વિરોધ ભભૂકી ઉઠયો છે તેના ભણકારા ગુજરાત અને ખાસ કરીને વડોદરા બાદ અમદાવાદ ની અંદર પણ પડ્યા છે. અશાંતિનો માહોલ જુહાપુરાની અંદર પણ જોવા મળ્યો હતો. દેશભરમાં વિવિધ રાજ્યોમાં વિરોધ કરવા માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.

ત્યારે જુહાપુરા વિસ્તારમાં નૂપુર શર્માના વિવાદિત નિવેદન ને કારણે ટોળું એકત્રિત થયું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુસર પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે અને અશાંતિનો માહોલ ના ફેલાય તે હેતુસર પોલીસ દ્વારા ટોળાને વિખેરવામાં આવ્યું હતું .

આ પણ વાંચોઃ Marilyn Monroe: ૫૦ વર્ષ પછી પણ લોકો એને ભૂલતા નથી તેવી મેરિલિન મનરો

ખાસ કરીને અમદાવાદ ની અંદર છેલ્લા બે દિવસની અંદર આ પ્રકારે વિરોદ્ધ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે એસજી હાઈવે પર નુપુર શર્માના સમર્થકોએ તેમના સમર્થનમાં પણ રેલી કાઢી હતી જોકે સમર્થકો ને પોલીસના સમજાવ્યા બાદ રેલી કાઢવાનું ટાળ્યું હતું પરંતુ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જોકે શર્માના વિવાદિત નિવેદન બાદ ગુજરાતની અંદર અમદાવાદ ઉપરાંત વડોદરા સુરત જેવા અન્ય શહેરોની અંદર પણ વિરોધ જોવા મળી રહ્યો છે.  

મોહમ્મદ પેગમ્બર વિશેની ટિપ્પણી મામલે હવે વિદેશમાં ખાડીના દેશોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે અને આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમકે આ વિવાદ હવે પૂર્ણ વિરામ લેવાનું નામ નથી લેતો. આ ટિપ્પણી મામલે વિવાદ થતાં અગાઉ જ 10 જેટલા લોકો વિરોધ કેસ પણ થયો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Pak is spreading propaganda against India on Prophet controversy: હરકતોથી બાઝ નથી આવી રહ્યુ પાકિસ્તાન, પયગંબર વિવાદ પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચારના પ્રયાસો

Gujarati banner 01