Stadium name controversy

Stadium name controversy: પાટીદાર સમાજના નેતા અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

Stadium name controversy: સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરુ થાય તે પહેલા પાસના નેતા અલ્પેશ કથીરિયા સહિત 70 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

અમદાવાદ, 12 જૂનઃ Stadium name controversy: અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પર રાખવામાં આવતા પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા સ્ટેડિયમને પાછું સરદાર સાહેબનું નામ આપવામાં આવે તે માટે સરદાર સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સન્માન સંકલ્પ યાત્રા શરુ થાય તે પહેલા પાસના નેતા અલ્પેશ કથીરિયા સહિત 70 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. 

સુરતના બારડોલી ખાતેથી આજે સરદાર સન્માન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પર રાખવામાં આવ્યું છે તે માટે યાત્રા નીકાળવામાં આવી હતી. પરતું પોલીસ દ્વારા આ યાત્રા શરુ થાય તે પહેલા જ બારડોલી ખાતે ગાંધી આશ્રમથી પાસ કન્વીનર અલ્પેશ કથેરિયા સહિત 70 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. રૂરલ પોલીસ સ્ટેશને અલ્પેશ કથિરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને લઈ જવાયા હતા. 

આ પણ વાંચોઃ Crowds at Juhapura in protest of Nupur Sharma: નૂપુર શર્માના મામલે થયેલા વિરોધ બાદ અમદાવાદ જુહાપુરામાં ટોળું એકત્રિત થતા પોલીસે ટોળાને વિખેર્યું

અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પર રાખવામાં આવતા પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા સ્ટેડિયમને પાછું સરદાર સાહેબનું નામ આપવામાં આવે તે માટે સરદાર સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Marilyn Monroe: ૫૦ વર્ષ પછી પણ લોકો એને ભૂલતા નથી તેવી મેરિલિન મનરો

Gujarati banner 01