23632b47 2078 4dd1 bd78 6b979cbb0fd3

japan will participate in next vibrant summit: આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાપાન કરશે રોકાણ, CMએ કહ્યું ‘ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન’

japan will participate in next vibrant summit: જાપાન કોનાયુલેટ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારત ની નેમ ને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે

ગાંધીનગર, 09 સપ્ટેમ્બરઃ japan will participate in next vibrant summit: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતા એ ગાંધીનગર માં લીધી હતી. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોનાયુલેટ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારત ની નેમ ને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે.

મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં કહ્યું કે કોરોના ની સ્થિતિ અને ત્યારબાદ વૈશ્વિક અર્થ વ્યવસ્થા માં ભારતની ભૂમિકા મહત્વની બનીછે.એફ. ડી.આઇ રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આ બેઠક ની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાત ના સર્વગ્રાહી વિકાસ ની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટ પણે કહ્યું કે જાપાન ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે.

આ પણ વાંચોઃ Talibans education minister: અફઘાનના નવા શિક્ષણમંત્રીએ કહ્યું- PHD કે માસ્ટર ડિગ્રીની કોઇ વેલ્યુ નથી, અભણ નેતાના કર્યા વખાણ! જુઓ વીડિયો

Advertisement


તેમણે જાપાન ના પ્રધાન મંત્રીની ભારત ગુજરાત અમદાવાદની મુલાકાત ની યાદ તાજી કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે ની આ મુલાકાત થી ગુજરાતને પણ મહત્તમ લાભનો અનુભવ ગુજરાતને થયો છે. વિજય ભાઈ રૂપાણી એ કોરોના ના કપરા કાળ વચ્ચે પણ જાપાને સફળતા પૂર્વક ઓલિમ્પિક ગેમ્સ નું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

9f27e56e 19dc 4617 8401 375ef2076cba

જાપાન કોનસ્યુલેટ જનરલએ પણ ગુજરાત ના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસ થી તેઓ પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાયબ્રન્ટ સમિટ માં જાપાન ની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન,ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા,ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્સ બિ ના એમ ડી નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્ય મંત્રી એ જાપાન કોંસ્યુલેટ જનરલ ને સ્મૃતિ ભેટ પણ આ અવસરે અર્પણ કરી હતી

Whatsapp Join Banner Guj

Advertisement