Talibans education minister

Talibans education minister: અફઘાનના નવા શિક્ષણમંત્રીએ કહ્યું- PHD કે માસ્ટર ડિગ્રીની કોઇ વેલ્યુ નથી, અભણ નેતાના કર્યા વખાણ! જુઓ વીડિયો

Talibans education minister: અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રીના નિવેદનની ભારે ટીકા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે શિક્ષણ અંગે આ પ્રકારના વિચાર ધરાવવા શરમજનક છે. આવા લોકોને સત્તામાં રહેવાનો કોઇ જ અધિકાર નથી

કાબુલ, 09 સપ્ટેમ્બર: Talibans education minister: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અફઘાનિસ્તાનના નવા શિક્ષણ મંત્રી શેખ મૌલવી નુરુલ્લા કહી રહ્યા છે કે પીએચડી અને માસ્ટર ડીગ્રીની કોઇ વેલ્યૂ જ નથી. સાથે તેમણે પોતાના અભણ નેતાઓ અને મંત્રીઓના વખાણ પણ કર્યા હતા. 

આ પણ વાંચોઃ Cancel Admission: આ રીતે ધો. 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હશે તો એડમિશન થશે રદ, DEO કચેરી દ્વારા આપવામાં આવ્યો આદેશ- વાંચો શું છે મામલો?

અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રી શેખ મૌલવી નુરુલ્લાએ કહ્યું હતું કે તમે જોઇ રહ્યા છો કે મુલ્લા અને તાલિબાન જે આજે સત્તામાં છે તેમની પાસે પીએચડી, એમએ કે હાઇસ્કૂલનું શિક્ષણ પણ નથી છતા તેઓ મહાન છે. અફઘાનિસ્તાન સરકારના મંત્રીઓમાં ૧૪ તો આંતરરાષ્ટ્રીય આતંકીઓ છે. અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રી ખુદ કોઇ જ ડીગ્રી કે વિશેષ શિક્ષણ નથી ધરાવતા. 

અફઘાનિસ્તાનના શિક્ષણ મંત્રી(Talibans education minister)ના નિવેદનની ભારે ટીકા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે શિક્ષણ અંગે આ પ્રકારના વિચાર ધરાવવા શરમજનક છે. આવા લોકોને સત્તામાં રહેવાનો કોઇ જ અધિકાર નથી. તેમના વિચારોથી યુવાઓ અને બાળકો પર અત્યંત ખરાબ પ્રભાવ પડી શકે છે. તાલિબાનની સરકારમાં શિક્ષણ મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સાથે તેમને આ પદ પરથી હટાવવાની માગણી પણ થઇ રહી છે. 

Whatsapp Join Banner Guj