Sayajibagh Nursery attempt success

Sayajibagh Nursery attempt success: આનંદની ઘટના: સામાજિક વનીકરણ વિભાગની સયાજીબાગ નર્સરીમાં રાવણતાડ ના ધરુ ફૂટ્યા

Sayajibagh Nursery attempt success: આ પ્રકારના નાના નાના પ્રયાસો ઘટતી અને લુપ્ત થતી જતી વનસ્પતિ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનમાં ઉપયોગી બની રહેશે:ક્ષેત્રીય વન અધિકારી નિધિ દવે

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૦૯ સપ્ટેમ્બર:
Sayajibagh Nursery attempt success: રાવણતાડ વડોદરા માટે સયાજી શાસનનું વારસા વૃક્ષ છે.સમયની સાથે વિવિધ કારણોસર તેની સંખ્યા ઓછી થતી જાય છે.અને ખૂબ સખત આવરણવાળા ફળમાં તેનું બીજ રહેલું હોવાથી,અન્ય વનસ્પતિઓની જેમ સહેલાઇથી આપોઆપ તેના રોપ ઉછરતા નથી. ત્યારે તેના સંવર્ધનના પ્રયાસરૂપે સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાએ સયાજીબાગ નર્સરીમાં તેના રોપ ઉછેરવાના હાથ ધરેલા પ્રયાસને પ્રાથમિક સફળતા મળી છે.

તેવી લાગણી વ્યક્ત કરતાં ક્ષેત્રીય વન અધિકારી નિધિ દવેએ જણાવ્યું કે,નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજા અને મદદનીશ વન સંરક્ષક રાજગોરના પ્રોત્સાહનથી રાવણ તાડના ફળ એકત્ર કરીને આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. (Sayajibagh Nursery attempt success) પ્રથમવાર આ વૃક્ષના રોપ ઉછેરવાની અમારી નર્સરીમાં આ પહેલ હતી. તેનું બીજ ખૂબ જ કઠણ આવરણ ધરાવતા ફળની અંદર રહેલું હોવાથી જમીન પર રેતી માટીનો મધરબેડ તૈયાર કરીને,આખેઆખા ફળો વાવીને ધરુ ઉછેરવાનો સહેજ જુદો પ્રયોગ કર્યો.

આ પણ વાંચો…Bullet Train Project: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે પ્લૉટ આપવા શિવસેના તૈયાર; જાણો વિગત

હાલ આ બેડ પર અંદાજે ૧૫૦ જેટલા અંકુર ફૂટેલા જણાય છે.જેને ધરુ અવસ્થામાં પરિપકવ થતા બેગમાં સ્થળાંતરીત કરીને રોપા ઉછેરીશું જે આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓને વાવેતર માટે આપીશું. આ નર્સરીમાં પહેલીવાર આંકોલ નામની સ્વાદિષ્ટ ફળ આપતી જંગલ વનસ્પતિના રોપા સીધેસીધા બેગમાં ઉછેરવામાં પણ સફળતા મળી છે. વનસ્પતિ જગત ખૂબ વિવિધતા ધરાવે છે.અને પૃથ્વી પરની પ્રત્યેક વનસ્પતિ એક યા બીજી રીતે ઉપયોગી છે.

ત્યારે આ પ્રકારના નાના નાના પ્રયાસો ઘટતી અને લુપ્ત થતી જતી વનસ્પતિ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનમાં ઉપયોગી બની રહેશે.મધ્ય ગુજરાતમાં રાવણતાડના રોપાઓ વન વિભાગની નર્સરીમાં ઉછેરવાનો કદાચિત આ પ્રથમ પ્રયોગ છે તેની નોંધ લેવી ઘટે.

Whatsapp Join Banner Guj