Biopic on cricket legend sourav ganguly

Biopic on cricket legend sourav ganguly: ધોની બાદ હવે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત- વાંચો વિગત

Biopic on cricket legend sourav ganguly: સૌરવ ગાંગુલી ભારતીય ટીમના લોકપ્રિય કેપ્ટન પૈકીના એક છે ત્યારે સૌરવનો રોલ કયો અભિનેતા કરશે તે જોવુ રસપ્રદ હશે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Biopic on cricket legend sourav ganguly: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક હીટ પૂરવાર થઈ હતી.લોકોએ આ ફિલ્મને પસંદ કરી હતી.

હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પણ બાયોપિક બનવા જઈ રહી છે.ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે.નિર્માતા લવ રંજને કહ્યુ હતુ કે, સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.

આ પણ વાંચોઃ japan will participate in next vibrant summit: આગામી વાઇબ્રન્ટ સમિટમાં જાપાન કરશે રોકાણ, CMએ કહ્યું ‘ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન’

સૌરવ ગાંગુલી ભારતીય ટીમના લોકપ્રિય કેપ્ટન પૈકીના એક છે ત્યારે સૌરવનો રોલ કયો અભિનેતા કરશે તે જોવુ રસપ્રદ હશે.

લવ રંજન અગાઉ સોનુ કે ટીટૂ કી સ્વીટી, દે દે પ્યાર દે, મલંગ જેવી સફળ ફિલ્મો બનાવી ચુકયા છે.હવે તેઓ સૌરવ ગાંગુલીના બાયોપિકને પણ પ્રોડ્યુસ કરી રહ્યા હોવાથી ક્રિકેટ ચાહકોને મોટા પરદા પર આ ફિલ્મ રિલિઝ ક્યારે થાય છે તે જાણવાની ઉત્સુકતા પણ રહેશે.

Whatsapp Join Banner Guj