PM Modi arrives in Gujarat

PM Modi arrives in Gujarat: વડાપ્રધાન મોદી ગુજરાતમાં પહોંચ્યા, સુરત એરપોર્ટથી ચીખલી જવા રાવાના થશે ત્યાર બાદ અમદાવાદ આવશે

PM Modi arrives in Gujarat: અમદાવાદ ખાતે પહોંચીને બપોરે 3.45 કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe એટલે કે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે

સુરત. 10 જૂનઃ PM Modi arrives in Gujarat: વડાપ્રધાનનો ગુજરાતનો એક દિવસનો પ્રવાસ યોજવામાં આવ્યો છે ત્યારે તેઓ સુરત ખાતેના એરપોર્ટ પર પહોંચ્યા છે જ્યાં તેમનું સીએમ અને સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતમાં ચીખલી તેમજ અમદાવાદમાં બે જગ્યાએ આવીને ઉદઘાટનો કરશે તેમજ સભાને દક્ષિણ ગુજરાતમાં સંબોધિત કરશે. વડાપ્રધાનના બે જગ્યાનામહત્વના પ્રવાસ રહેશે. સુરતથી 10.30 કલાકે ચીખલી આદિવાસી ગૌરવ સંમેલનમાં પીએમ પહોંચશે જ્યાં જંગી સભાને સંબોધિત કરશે,

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે 10.30 કલાકે સમરસતા સંમેલન કાર્યક્રમને સંબોધન કરશે જ્યાં પહેલાથી હર્ષ સંઘવી સહીતના નેતાઓની ઉપસ્થિતિ અત્યારથી જ જોવા મળી રહી છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી બપોરે 12.15 કલાકે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બપોરે 12.20 કલાકે નિરાલી મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલનુ ઉદ્દઘાટન કરશે. 

આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે 3.45 કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe એટલે કે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Idols of hindu deities vandalized: પાકિસ્તાનમાં ફરી હિન્દુ મંદિરને નિશાન બનાવાયું, કરાચીમાં ફરી મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ

આ પણ વાંચોઃ Bank Strike: જૂનમાં ફરી એકવાર બેંક હડતાળ, જાણો શા માટે અને ક્યારે થઈ શકે છે હડતાળ – શું બેંકો 3 દિવસ માટે બંધ રહેશે

Gujarati banner 01