Idols of hindu deities vandalized

Idols of hindu deities vandalized: પાકિસ્તાનમાં ફરી હિન્દુ મંદિરને નિશાન બનાવાયું, કરાચીમાં ફરી મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ

Idols of hindu deities vandalized: કેરટેકર હાજર ન હોવાનું જણાતા શકમંદોએ દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી હતી અને પથ્થરમારો શરૂ કર્યો હતો

કરાચી,10 જૂન : Idols of hindu deities vandalized: પાકિસ્તાનમાં ફરી એક વખત હિન્દુ મંદિરને નિશાન બનાવાયું છે. પડોશી દેશના કરાચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરાઈ છે. પાકિસ્તાનમાં લઘુમતિઓના પૂજાના સ્થળો વિરુદ્ધ બર્બરતાની ઘટના સતત વધી રહી છે. કરાચીના કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતા મંદિરમાં બુધવારે દેવી-દેવતાઓની મૂર્તિઓ પર હૂમલો કરાયો હતો.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ આ ઘટનાથી કરાચીમાં રહેતા હિન્દુ સમાજમાં ભય ફેલાયો છે. જોકે, કોરંગી વિસ્તારમાં કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવાઈ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે સ્થળ પર પહોંચીને મંદિરનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારના હિન્દુ રહેવાસી સંજિવે જણાવ્યું કે મોટરસાઈકલ પર સવાર છથી આઠ લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો. આ લોકોએ મંદિર પર શા માટે હુમલો કર્યો તે જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ Bank Strike: જૂનમાં ફરી એકવાર બેંક હડતાળ, જાણો શા માટે અને ક્યારે થઈ શકે છે હડતાળ – શું બેંકો 3 દિવસ માટે બંધ રહેશે

પોલીસે આ ઘટનામાં અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. કોરંગી એસએચઓ ફારુક સંજરાનીએ પુષ્ટી કરી હતી કે પાંચથી છ અજ્ઞાાત લોકોએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને પછી ત્યાંથી ભાગી ગયા હતા. તેમની શોધખોળ ચાલુ છે. મંદિરમાં તોડફોડનું કારણ જાણવા માટે પણ તપાસ ચાલી રહી છે. કોરંગી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર મુજબ બુધવારે મોડી રાતે પાંચ માણસ મોટરસાઈકલ પર આવ્યા હતા અને તેમણે કેરટેકર અંગે પૂછપરછ કરી હતી.

કેરટેકર હાજર ન હોવાનું જણાતા શકમંદોએ દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી હતી અને પથ્થરમારો શરૂ કર્યો હતો. અસામાજિક તત્વોએ મંદિરમાં કામ કરતા મજૂરોને ઘટના સ્થળેથી ભાગી જવા ધમકી આપી હતી. કોરંગીના પોલીસ સિનિયર સુપરિટેન્ડેન્ટ ફૈસલ બશિર મેનને કહ્યું કે, મંદિર આ વિસ્તારમાં એક ઘરના હોલની અંદર બનેલું હતું અને ત્યાં પુન: નિર્માણનું કામ ચાલતું હતું. સિંધ સરકારના પ્રવક્તા અને મુખ્યમંત્રીના સલાહકાર મુર્તઝા વહાબ સિદ્દિકીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગૂનેગારોને છોડવામાં નહીં આવે. મંદિરનું સમારકામ કરાવાશે. 

જોકે, પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓના મંદિર અનેક વખત ભીડની હિંસાનો ભોગ બનતા રહે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ કોટરીમાં સિંધુ નદીના તટ પર સ્થિત એક ઐતિહાસિક મંદિર અજ્ઞાાત લોકો દ્વારા કથિત રીતે અપવિત્ર કરાયું હતું. ઘટનાના સામાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તુરંત પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આ સિવાય ગયા વર્ષે ઑગસ્ટમાં પણ ભોગ શહેરમાં કથિતરૂપે ડઝનબંધ લોકોએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. એક સ્થાનિક મદરસામાં કથિત રીતે પેશાબ કરનારા આઠ વર્ષીય હિન્દુ છોકરાને સ્થાનિક અદાલતે જામીન આપવાના વિરોધમાં આ તોડફોડ કરાઈ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ Demand for lifting of ban on plastic straw: અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ પાછો ઠેલવવા વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર- વાંચો શું છે કારણ?

Gujarati banner 01