Vidhan sabha

Speaker of Gujarat legislative assembly: ગાંધીનગર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે આ MLAની નિમણૂંક કરાઇ- વાંચો વિગત

Speaker of Gujarat legislative assembly: નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવાં ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ સ્પીકર પદ ખાલી છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે

ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Speaker of Gujarat legislative assembly: ગાંધીનગર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, તેઓ ભરૂચના ધારાસભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવાં ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ સ્પીકર પદ ખાલી છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. આ પહેલાં જ વિધાનસભાના અધ્યક્ષ પદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું છે

નોંધનીય છે કે, ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને પ્રો-ટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં હતાં. હવે 27-28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર યોજાનાર છે. આ બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે.

આ પણ વાંચોઃ Tablet for students: ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા મળી જશે ટેબ્લેટ, સરકારે આપ્યો છે મોટો ઓર્ડર- વાંચો કોને મળશે ટેબ?

ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય આ અગાઉ 2013ની 19મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી 4 દિવસ કાર્યકારી અધ્યક્ષ (એક્ટિંગ સ્પીકર) તરીકે કામગીરી સંભાળી ચૂક્યાં છે.

Whatsapp Join Banner Guj