Paurash patel

Paurash patel: પૌરસભાઈ પટેલ ને ગુજરાત ભા.જ.પ વ્યાપાર (ઉદ્યોગ) સેલમાં ગુજરાત પ્રદેશ ટીમમાં નિમણૂક થઇ, વાંચો વેપાર વિશે શું કહ્યું પૌરસભાઈએ?

Paurash patel: અગામી ચૂંટણી વિશે વાત કરતા પૌરસભાઇએ જણાવ્યું કે, નવી સરકાર નવા સંગઠને 2022ની ચૂંટણી પહેલા જ અમારે કામ કરવાનું છે જે મોટો ચેલેન્જ છે, જવાબદારી છે.

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ Paurash patel: ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝ ના અગ્રણી અને યુવાનો ના પ્રેરણા સ્ત્રોત સમાજ સેવી એવા પૌરસભાઈ પટેલ ને ગુજરાત ભા.જ.પ વ્યાપાર (ઉદ્યોગ) સેલ માં ગુજરાત પ્રદેશ ટીમ માં નિમણૂક કરવામાં આવી છે.
પૌરસભાઈ university of Oxford દ્વારા પણ સન્માનિત થયેલા છે વેપાર સેલમા એમની સાથે ગુજરાતના ખ્યાતનામ વેપારીઓ ને પણ લેવા મા આવ્યા છે.

ગુજરાતના વ્યપાર-ઉદ્યોગ વિશે પૌરસભાઇ પટેલે(Paurash patel) કહ્યું કે, કોરોનાના સમય વેપાર ઠંડો હતો, પરંતુ જીડીપી ગ્રોથ વધ્યો છે. તે સાથે જ ગુજરાત સરકારે વ્યપાર માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. લોકો મંદીની વાત કરે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તો આપણે તેજી તરફ વધીએ છીએ. યુવાઓ પણ જે બહાર ભણવા કે વેપાર માટે જતા હતા તે પોતાના જ દેશમાં ભણી રહ્યાં છે. બીજી તરફ આપણે ઝોમેટો અને પેટીએમનું ઉદાહરણ લઇ શકીએ છીએ. ભારતમાં મોટો મોટા આઇપીઓ આવ્યા છે.

આ પણ વાંચોઃ Speaker of Gujarat legislative assembly: ગાંધીનગર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે આ MLAની નિમણૂંક કરાઇ- વાંચો વિગત

વધુમાં તેઓ(Paurash patel) કહ્યું કે, કહેવાય છેને કે, ગુજરાતીનો છોકરો જન્મે એ નોકરી પહેલા ધંધા-વ્યપારનો જ વિચાર કરે છે. યુવાઓને વેપાર કરી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજનાઓ બહાર પાડી છે. જરુર છે કે યુવાઓ આ યોજનાનો લાભ ઉઠાવે. અગામી ચૂંટણી વિશે વાત કરતા પૌરસભાઇએ જણાવ્યું કે, નવી સરકાર નવા સંગઠને 2022ની ચૂંટણી પહેલા જ અમારે કામ કરવાનું છે જે મોટો ચેલેન્જ છે, જવાબદારી છે.

દેશભરના લોકોની નજર હાલ ગુજરાત પર રહેલી છે. ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. નો રિપિટ થીયરી સાથે રચવામાં આવેલી સરકાર વિશે પૌરસભાઇ(Paurash patel)એ જણાવ્યું કે, સારુ જ છે, નવા ચહેરા આવ્યા છે. જે પબ્લિક વચ્ચે રહેતા છે લોકોના જાણીતા પ્રિય ચહેરા આવ્યા છે. ભાજપના યુવા કાર્યકર્તાઓને પણ ઉત્સાહ વધ્યો છે. અત્યાર સુધી ભાજપ સરકાર એક્શન મોડમાં તો હતી જ પરંતુ હવે વધુ જોશ સાથે અગામી ચૂંટણી માટે જવાબદારી સાથે મહેનત કરશે. સી.આર પાટિલ સાહેબની અધ્યક્ષતામાં સંગઠન નવુ અને સરકાર આખી નવી છે.

આ પણ વાંચોઃ Tablet for students: ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા મળી જશે ટેબ્લેટ, સરકારે આપ્યો છે મોટો ઓર્ડર- વાંચો કોને મળશે ટેબ?

Whatsapp Join Banner Guj