Tablet for students

Tablet for students: ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા મળી જશે ટેબ્લેટ, સરકારે આપ્યો છે મોટો ઓર્ડર- વાંચો કોને મળશે ટેબ?

Tablet for students: સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે

ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Tablet for students: ધો.૧૦-૧૨ પછીના કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત  કોરોનાને લીધે ૨૦૧૯-૨૦ના ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા ન હતા.આ ઉપરાંત ગત વર્ષના એટલે કે ૨૦૨૦-૨૧ના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને પણ હજુ ટેબ્લેટ આપી શકાયા નથી.સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે.જો કે સૌપ્રથમ ૨૦૧૯-૨૦ના બાકી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણના બેથીઅઢી લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનુ કોલેજ લેવલે એક હજાર રૃપિયા લઈને રજિસ્ટ્રેશન કરવામા આવે છે.૨૦૧૯-૨૦માં જાન્યુઆરીમાં એકથી દોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા, પરંતુ ૭૦થી૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જથ્તો આવે અને વિદ્યાર્થીોને વિતરણ થાય ત્યાં માર્ચમાં કોરોનાની શરૂઆત થતા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામા આવ્યા ન હતા.સરકાર દ્વારા અપાતા ટેબ્લેટ દેશ બહારની ચાઈનિઝ કંપનીના હોવાની ફરિયાદોને પગલે ભારે વિવાદ થયો હતો અને ત્યારબાદ સરકારે ઓર્ડર પણ કેન્સલ કરવો પડયો હતો

આ પણ વાંચોઃ Raj kundra released on bail: પોર્નોગ્રાફિક ફિલ્મોના મામલામાં રાજ કુન્દ્રાને જામીન, જેલમાંથી બહાર આવતા આવા હાલ હતા રાજના- જુઓ તસ્વીર

કોરોનાને પગલે ૨૦૧૯-૨૦ના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ગત વર્ષે કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ(Tablet for students) આપી શકાયા નથી.અંતે સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઈનલ કર્યો છે અને ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપી દેવામા આવ્યો છે.સરકારે હાલ ૨૦૧૯-૨૦ના બાકી રહેલા ૭૨ હજાર અને ૨૦૨૦-૨૧ના ૨.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ ૩ લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે.

મળતી માહિતી મુજબ દિવાળી પહેલા ટેબ્લેટ(Tablet for students)નું વિતરણ કરી દેવાશે અને સૌપ્રથમ ૨૦૧૯-૨૦ના ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવશે.આ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જીટીયુની ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓ છે.મહત્વનું છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત હવે પ્રથમ વર્ષને બદલે અભ્યાસના ત્રીજા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે.ખરેખર કોરોનામા કોલેજો બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે ટેબ્લેટની જરૃર હતી ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા ન હતા.

Whatsapp Join Banner Guj