Habit of watering

Benefits of drinking warm water: કેમ સવારે ખાલી પેટે પીવું જોઇએ ગરમ પાણી? વાંચો આ થશે ફાયદા?

Benefits of drinking warm water: સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી પેટ એકદમ સાફ થઇ જશે, પાચન શક્તિ વઘશે

હેલ્થ ડેસ્ક, 20 જુલાઇઃ Benefits of drinking warm water: સામાન્ય દિવસોમાં પણ ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારૂં છે અને આમપણ કોરોનાકાળમાં ગરમ પાણી પીવાનું કહેવામાં આવે છે. ગરમપાણીથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. તો આજે આપણે જોઇએ ગરમ પાણી પીવાથી શરીરને કયા કયા લાભ મળે છે.

સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી પેટ એકદમ સાફ થઇ જશે, તેનાથી તમે તાજગીનો અનુભવ કરશો. તમારું મન દિવસભર તણાવમુક્ત રહેશે. પેટની સમસ્યાઓથી જ આપણા શરીરમાં ઘણી બીમીરીઓ પ્રવેશતી હોય છે. તેને દૂર કરવામાં લાભ થાય છે.

ગરમ પાણી પીવાથી સરળતાથી કફ છુટો પડે છે. જીભનું સ્વાદ પારખવાનું, ગળામાં રહેલી ગ્રંથિયોના લાળ વગેરે સ્ત્રાવનાં કાર્યમાં સુધારો થાય છે. ગરમ પાણી પીવાથી જઠરમાં પાચનને અંતે યોગ્ય રીતે પાચન નહીં થવાથી જમા થયેલો ખોરાકનું પાચન થઇ તેની આગળ ગતિ થાય છે.

આ પણ વાંચોઃ Supreme Court granted relief to Nupur Sharma: આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી સ્ટે મૂક્યો- વાંચો વિગત

Advertisement

અપકવ આમ હોજરીમાં પડી રહ્યો હોય તેમ છતાં ફરીથી કશુંક ખાવા-પીવામાં આવે, આવું વારંવાર થાય ત્યારે હોજરીની આંતર ત્વચા પર અપકવ આમનાં થર બાઝી જાય છે. જે અપચો, એસિડીટી, મંદાગ્નિ જેવા પાચનનાં રોગોનું કારણ બને છે. હોજરીમાં જમા થઈને રહેલાં અપકવ આમને કારણે મ્હોંમાંથી દુર્ગંધ આવે છે. આવી રોજિંદી સમસ્યાનું નિરાકરણ લાવે છે.

ઘણા લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબૂના રસની સાથે મીઠુ તેમજ મરી પાવડર નાંખીને પીઓ, તેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે.

ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરાની રોનક પણ હંમેશા જળવાઇ રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળને પણ જલ્દી સફેદ થતાં અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે. આ સાથે તેના દરરોજના ઉપયોગથી તમે પણ પોતાના વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો.

Advertisement

આ પણ વાંચોઃ Aryan khan spotted party: NCBની ક્લીનચીટ બાદ આર્યન ખાન ક્લબમાં પાર્ટી કરતો જોવા મળ્યો- વીડિયો થયો વાયરલ

Gujarati banner 01


Advertisement